લખાણ પર જાઓ

ભારતની લાઇસન્સ પ્લેટ

વિકિપીડિયામાંથી
Dsvyas (ચર્ચા | યોગદાન) (શ્રેણી:ભારતની લાઇસન્સ પ્લેટ દૂર થઇ using HotCat) દ્વારા ૨૨:૫૩, ૧૮ માર્ચ ૨૦૨૪ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)
વાહનની પાછલી નંબર પ્લેટ
નંબર પ્લેટનો નમુનો

ભારતમાં બધાંજ સ્વચાલિત વાહનોને લાઇસન્સ પ્લેટ લગાવાય છે. આ લાઇસન્સ પ્લેટ (નંબર પ્લેટ પણ કહેવાય છે) નંબર દરેક રાજ્યની "ક્ષેત્રિય વાહનવ્યવહાર કચેરી" (RTO) દ્વારા આપવામાં આવે છે. જે માર્ગ પરિવહનની મુખ્ય સત્તા છે. લાઇસન્સ પ્લેટ વાહનની આગળ અને પાછળનાં ભાગમાં લગાવાય છે. કાયદા પ્રમાણે, દરેક નંબર પ્લેટ રોમન મુળાક્ષરો સાથે આધુનિક અરેબિક આંકડાઓમાં લખાયેલ હોવી જોઇએ. જોકે ઘણા રાજ્યોમાં આનો ભંગ કરી અને સ્થાનિક ભાષામાં પણ લખાય છે. અન્ય માર્ગદર્શિકા પ્રમાણે, આ પ્લેટ રાત્રીનાં પણ દેખાય તે માટે પ્રકાશિત રહે તેમ અને અન્ય કશા જ લખાણ વિહીન હોવી જોઇએ.

અંગત મોટરવાહન અને દ્વિચક્રી વાહન (મોટર સાઇકલ, સ્કુટર) માં સફેદ રંગની પ્લેટ પર કાળા રંગથી અક્ષરો લખાયેલા હોવા જોઇએ (ઉદા: KA 01 EK 171). વ્યવસાયિક વાહનો જેમકે ટેક્ષી, ટ્રક, બસ વગેરેમાં પીળા રંગની પ્લેટ પર કાળા રંગથી અક્ષરો લખાયેલ હોવા જોઇએ (ઉદા: DL 2C 6011). વિદેશી દુતાવાસોનાં વાહનો પર આછા ભુરા રંગની પ્લેટ પર સફેદ રંગના અક્ષરો હોવા જોઇએ (ઉદા: 11 CD 21). ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલ નું અધિકૃત વાહન નંબર પ્લેટથી મુક્ત હોય છે. તેને બદલે તેમનાં વાહન પર લાલ રંગની પ્લેટ પર સોનેરી રંગનું ભારતનું રાષ્ટ્રચિહ્ન ઉપસાવેલું હોય છે.

બંધારણ

[ફેરફાર કરો]

નંબર પ્લેટનું બંધારણ નીચે પ્રમાણે હોય છે.

AA 11 BB 1111

જેમાં AA એ બે અક્ષરોનો રાજ્યકોડ છે; 11 એ બે આંકડાઓનો જિલ્લાકોડ છે; 1111 એ અદ્વિતિય નંબર અને BB એ જરૂર પડ્યે અપાતી શ્રેણી છે,જો નંબર સંખ્યા 9999 સુધી વપરાય જાય તો ફરીથી AA,AB વગેરે શ્રેણીઓ સાથે નંબર આપવા માટે.ઉદાહરણ તરીકે:

GJ 11 CA 1002

પ્રથમ બે અક્ષરો GJ દર્શાવે છેકે વાહન ગુજરાત રાજ્યનું છે. ત્યાર બાદનાં બે આંકડા જિલ્લો (જેમકે અહીં જુનાગઢ જિલ્લો દર્શાવે છે. અને CA 1002 એ વાહનનો અદ્વિતિય (unique) લાઇસન્સ પ્લેટ નંબર દર્શાવે છે. ઘણા રાજ્યોમાં (જેમકે દિલ્હી) જિલ્લાકોડમાં આગળનું ૦ દર્શાવાતું નથી, જેમકે DL 2 નહીંકે DL 02.

દેશની રાજધાની દિલ્હીમાં નંબર પ્લેટ પર એક વધારાનો કોડ હોય છે.

DL 11 C AA 1111

જ્યાં વધારાનો કોડ વાહનનો પ્રકાર દર્શાવે છે. 'S' દ્વિચક્રી વાહન માટે,'C' મોટરકાર કે નાના યુટિલિટી વાહન માટે,'P' જાહેર યાત્રી વાહનો જેવાંકે બસ વિગેરે માટે,'R' ત્રિ પહીયા વાહનો જેવાકે રીક્ષા વિગેરે માટે,'T' પ્રવાસી વાહનો અને ટેક્ષી માટે,'V' વાન અને ટ્રક્સ માટે અને 'Y' ભાડાનાં વાહનો માટે વપરાય છે. ઉદાહરણ: DL 5 S AB 9876

રાજ્યો

[ફેરફાર કરો]
ભારતનાં રાજ્યો અને બે અક્ષરોનાં કોડ

બધાજ ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમનો પોતાનો બે અક્ષરનો કોડ છે. આ કોડ ૧૯૮૦ થી અમલમાં આવેલ છે. આ પહેલાં દરેક જિલ્લા અને પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારીની કચેરીને પોતાનો, રાજ્યનાં ઉલ્લેખ વગરનો, ત્રણ આંકડાનો કોડ હતો. જે ઘણોજ ભ્રમિત કરે તેવો હતો. ઉદાહરણ તરીકે, MMC 8259 જે દેશમાં ગમે ત્યાં બંધબેસતો થઇ શકે. આ અસ્પષ્ટતા ટાળવા માટે નવા પ્રકારની નંબર પ્લેટ અમલમાં મુકાઇ.

નવા બનેલા રાજ્યો ઉત્તરાખંડ, છત્તીસગઢ અને ઝારખંડને તેમનાં નવા બે અક્ષરનાં કોડ આપવામાં આવ્યા, પરંતુ તેનાં જુના વાહનો જે મુળ રાજ્યનાં કોડ ધરાવે છે, તે પણ હજુ માન્ય ગણાય છે. ૨૦૦૭ માં ઉત્તરાંચલ રાજ્યનું નામ બદલી ઉત્તરાખંડ કરાયું, આથી તેમનો રાજ્યકોડ UA માંથી બદલી અને UK થયેલ છે.

દરેક રાજ્યોનાં બે અક્ષરનાં કોડની યાદી અહીં સંગ્રહિત ૨૦૦૬-૧૦-૨૨ ના રોજ વેબેક મશિન જોવા મળી શકશે.

હાલનાં કોડ

[ફેરફાર કરો]

બે અક્ષરોનાં કોડ અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી નીચે આપેલ છે:

કોડ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ કોડ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ
AN અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ LD લક્ષદ્વીપ
AP આંધ્ર પ્રદેશ MH મહારાષ્ટ્ર
AR અરુણાચલ પ્રદેશ ML મેઘાલય
AS આસામ MN મણિપુર
BR બિહાર MP મધ્ય પ્રદેશ
CG છત્તીસગઢ MZ મિઝોરમ
CH ચંડીગઢ NL નાગાલેંડ
DD દમણ અને દીવ OD[] ઓરિસ્સા
DL દિલ્હી PB પંજાબ
DN દાદરા અને નગરહવેલી PY પોંડિચેરી
GA ગોઆ RJ રાજસ્થાન
GJ ગુજરાત SK સિક્કિમ
HR હરિયાણા TN તામિલ નાડુ
HP હિમાચલ પ્રદેશ TR ત્રિપુરા
JH ઝારખંડ TS[][] તેલંગાણા
JK જમ્મુ અને કાશ્મીર UK ઉત્તરાખંડ
KA કર્ણાટક UP ઉત્તર પ્રદેશ
KL કેરળ WB પશ્ચિમ બંગાળ

જૂનાં કોડ

[ફેરફાર કરો]

આ કોડ હવે ચલણમાં નથી:

કોડ રાજ્ય
OR ઓરિસ્સા
UA ઉત્તરાખંડ

જિલ્લાઓ

[ફેરફાર કરો]

દરેક રાજ્યને બે અથવા વધુ જિલ્લાઓ છે,અને વાહનનીં નોંધણી કરવાની જવાબદારી જિલ્લાઓમાં સોંપાયેલ છે. વાહનધારક જે જિલ્લામાં વસવાટ કરતા હોય ત્યાં તેની નોંધણી કરાવવાની હોય છે. ઘણા રાજ્યોમાં વાહનધારક નું વસવાટ સ્થળ અન્ય જિલ્લામાં ફરે તો ત્યાં નોંધણી કરાવી અને નંબર પ્લેટ પણ ફેરવવાની હોય છે.

રાજ્યમાં જેટલા જિલ્લા હોય તેટલાજ ક્રમ નંબર પ્લેટને આપેલ હોય તેવું જરૂરી નથી. ઘણા મોટા શહેરોને વહિવટી સુગમતા માટે બે કે વધુ વિભાગોમાં વહેંચેલ હોય છે અને દરેક વિભાગ એક RTO દ્વારા સંચાલીત થાય છે. દા.ત. મુંબઇનો પરા વિસ્તાર બે ભાગમાં વહેંચી અને MH-02 અને MH-03 એમ બે કોડ ધરાવે છે. 01 કોડ મોટાભાગે રાજ્યનાં પાટનગરને અપાય છે, પરંતુ દરેક રાજ્ય માટે આવો કોઇ સખત નિયમ નથી (ઉદા:ગુજરાતનું પાટનગર ગાંધીનગર 18 કોડ ધરાવે છે.)

પશ્ચિમ બંગાળ જેવા કેટલાક રાજ્યોનાં દરેક RTO બે સંખ્યા ધરાવે છે, એક વ્યવસાઇક વાહનો માટે અને એક વ્યક્તિગત વાહનો માટે.જેમકે કલિમપોંગ જિલ્લો WB-79 પ્લેટ વ્યક્તિગત અને WB-78 વ્યવસાઇક કે જાહેર વાહનો માટે ધરાવે છે.

આજ રીતે અમુક નવા બનેલા રાજ્યોમાં પણ બે રાજ્ય કોડ વપરાય છે,એક જુના મુળ રાજ્યનો અને એક નવો દા.ત. રાયપુર જિલ્લો MP 23 અને CG 04 એમ બે કોડ વાપરે છે.

અદ્વિતિય આંકડાઓ (unique numbers)

[ફેરફાર કરો]

લાઇસન્સ પ્લેટનાં છેલ્લા ચાર આંકડાઓ દરેક વાહન માટેનો અદ્વિતિય (યુનિક) આંકડો હોય છે. મોટાભાગે ૧૦૦ થી નીચેનાં આંકડાઓ સરકારી વાહનો માટે રખાય છે, જો કે દરેક વખતે એવું જરૂરી નથી. અમુક ખાસ કે શુભ મનાતા આંકડાઓ, જેવાકે 3333 કે 9999 વિગેરેની જાહેર હરાજી મારફત વધારાની રકમ લઇ અને ફાળવણી કરાય છે. આ રકમ ક્યારેક રૂપિયા ૧૦,૦૦૦ કરતાં પણ વધુ હોય છે.

અદ્વિતિય અક્ષરો (Unique alphabets)

[ફેરફાર કરો]

જ્યારે તમામ 9999 આંકડાઓ વપરાઇ જાય ત્યારે, RTO નવી શ્રેણી શરૂ કરે છે અને અક્ષર A આંકડાઓની આગળ ઉમેરે છે. કેટલાક રાજ્યોમાં વાહનની બનાવટની માહિતી માટે બે અક્ષરોની શ્રેણી બનાવવામાં આવેલ છે. ઉદા: મુંબઇમાં, MH-01 AA એ દ્વિચક્રી વાહન; MH-01 CA મોટર કાર તથા MH-01 J **** અને MH-01 X **** ટેક્ષી કાર દર્શાવે છે.

આ મુળાક્ષરો ક્યાંક વધુ મોટા જિલ્લાનાં પેટા વિભાગો પણ દર્શાવે છે.

ગુજરાતનું ઉદાહરણ લઇએ તો, મુળાક્ષર G સરકારી (રાજ્ય અને કેન્દ્ર બન્ને) વાહનો માટે અનામત રખાયેલ છે. દા.ત. GJ 11 G 3333 નો અર્થ થાય કે આ સરકારી વાહન ગુજરાતનાં જુનાગઢ જિલ્લામાં નોંધાયેલું છે. આજ રીતે સરકારી, અર્ધ સરકારી જાહેર પરિવહન સેવાની બસની નોંધણી માટે, અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ મુળાક્ષર અનામત રખાય છે.

ઘણાં રાજ્યોમાં છેલ્લા ચાર આંકડાઓની ફાળવણીમાં ઉપલબ્ધ આંકડાઓમાંથી પસંદગીનો અવકાશ અપાય છે, આ માટે વધારાની રકમ (જેમકે ગુજરાતમાં રૂપિયા ૫૦૦) લેવામાં આવે છે.

મધ્ય પ્રદેશમાં MP 01 -પ્રધાનો અને રાજકારણીઓને, MP 02 -સરકારી અમલદારોને, MP 03 -પોલીસને અને ત્યાર બાદની શ્રેણીઓ દરેક જિલ્લાને અપાય છે.

લશ્કરી વાહનો

[ફેરફાર કરો]

લશ્કરી વાહનો માટે અન્ય નંબર પ્લેટો કરતાં અલગ એવી લાઇસન્સ પ્લેટની પધ્ધતી છે. તેનીં નંબરની નોંધણી દિલ્હીમાં સંરક્ષણ મંત્રાલય દ્વારા કરાય છે. તેનાં પહેલા કે ત્રિજા મુળાક્ષર હંમેશા ઉપરની તરફ તકાતું તીરનું ચિહ્ન ધરાવે છે. તેનાં પ્રથમ બે આંકડાઓ, આ વાહન લશ્કર દ્વારા કયા વર્ષમાં લેવાયું તે દર્શાવે છે.

રાજદ્વારી વાહનો

[ફેરફાર કરો]

વિદેશી મિશનો સાથે સંકળાયેલ વાહનોની નંબર પ્લેટ CD કે CC મુળાક્ષર ધરાવે છે, જેનો અર્થ Diplomatic Corps કે Consular Corps એવો થાય છે. ઉદા: ભારતમાં રાજદ્વારી પ્લેટ 77 CD xxxx દર્શાવે છે કે આ વાહન 77 નંબરનાં (અહીં અમેરિકા) દેશનાં મિશન સાથે સંબધકર્તાની માલિકીનું છે. આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર આવી નંબર પ્લેટ ધરાવતા વાહનોને અમુક રાજદ્વારી છુટછાટ (en:diplomatic immunity) ભોગવવા મળે છે.

કામચલાવ નંબરો

[ફેરફાર કરો]

વાહન ખરીદવામાં આવે કે તુરંતજ, વાહનનાં વિક્રેતા TR (To Register) નંબર તરીકે ઓળખાતા કામચલાવ નંબર લાઇસન્સ પ્લેટ પર લગાવી આપે છે. આ નંબર એક માસ સુધી ઉપયુક્ત ગણાય છે, તે દરમિયાન વાહન માલિકે પોતાના વિસ્તારનાં RTO માં વાહનની નોંધણી કરાવી અને કાયમી લાઇસન્સ પ્લેટ નંબર લેવા જરૂરી હોય છે. તામિલ નાડુ જેવા અમુક રાજ્યોમાં આ કામચલાવ નંબર પ્લેટ વાળા વાહનને પણ રસ્તા પર લાવવાનું ગેરકાનુની ગણાય છે. ત્યાં કાયમી નંબર મળ્યા પછીજ વાહન વિક્રેતા વાહનનો કબ્જો ખરીદનારને સોંપે છે. વાહનની નોધણી કરાવતી વખતે RTO ઇન્સપેક્ટર વાહનની તેમજ અરજદારનાં રહેઠાણ પુરાવા તથા અન્ય જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરે છે, તે ઉપરાંત વાહનનાં એન્જીન નંબર તથા ચેસીસ નંબરની પણ ખરાઇ કરે છે. ત્યાર બાદ વાહનને કાયમી નોંધણી પ્રમાણપત્ર અપાય છે, જે ૨૦ વર્ષ સુધી પ્રમાણીત ગણાય છે. આ વાહન નોંધણી પ્રમાણપત્ર (RTO Book) ઉપરાંત પ્રદુસણ બાબતેનું પ્રમાણપત્ર (Pollution Under Control Certificate (PUC)), વિમાનું પ્રમાણપત્ર અને વાહનચાલક માટેનું પ્રમાણપત્ર (Driver's License) આટલા દસ્તાવેજો વ્યક્તિગત વાહનચાલન માટે ખાસ જરૂરી ગણાય છે. વ્યવસાયિક વાહન માટે તે ઉપરાંતનાં જરૂરી દસ્તાવેજો પણ હોય છે.

ઐતિહાસિક નંબરો

[ફેરફાર કરો]

૧૯૮૦ સુધી, ભારતની લાઇસન્સ પ્લેટ નીચે પ્રમાણેનું બંધારણ ધરાવતી હતી.

GAA 1111

જેમાં પ્રથમ મુળાક્ષર રાજ્યનો કોડ દર્શાવે છે. હજુ પણ ઘણાં જુના વાહનો પર આ પ્રકારની નંબર પ્લેટ જોવા મળે છે.

૨૦૦૦ ની શરૂઆતમાં નંબર પ્લેટની રંગ વ્યવસ્થા બદલવામાં આવેલ, જે મુજબ વ્યક્તિગત વાહનો પર કાળી પ્લેટ પર સફેદ અક્ષરો (GAA 1111) ને બદલે સફેદ પ્લેટ પર કાળા અક્ષરો (GAA 1111) કરવામાં આવ્યા. અને વ્યવસાઇક કે જાહેર વાહનો માટે સફેદ પ્લેટ પર કાળા અક્ષરો (GAA 1111) ને બદલે પીળા રંગની પ્લેટ પર કાળા અક્ષરો (GAA 1111) કરવામાં આવ્યા. હવે જુની રંગ વ્યવસ્થાનો ઉપયોગ કરવાનું ગેરકાનુની ગણાય છે.

ગુજરાતની વિવિધ આર.ટી.ઓ. કચેરીઓને ફાળવેલા કોડ[]

[ફેરફાર કરો]
અ.નં. આર.ટી.ઓ કચેરીનું નામ કોડ
અમદાવાદ GJ - 01
અમરેલી GJ - 14
આણંદ GJ - 23
બનાશકાંઠા GJ - 08
ભરૂચ GJ - 16
ભાવનગર GJ - 04
દાહોદ GJ - 20
બારડોલી GJ - 19
ગાંધીનગર GJ - 18
૧૦ જામનગર GJ - 10
૧૧ જુનાગઢ GJ - 11
૧૨ ખેડા GJ - 07
૧૩ કચ્છ GJ - 12
૧૪ મહેસાણા GJ - 02
૧૫ નર્મદા GJ - 22
૧૬ નવસારી GJ - 21
૧૭ પંચમહાલ GJ - 17
૧૮ પાટણ GJ - 24
૧૯ પોરબંદર GJ - 25
૨૦ રાજકોટ GJ - 03
૨૧ સાબરકાંઠા GJ - 09
૨૨ સુરત GJ - 05
૨૩ સુરેન્દ્રનગર GJ - 13
૨૪ વડોદરા - ૧ GJ - 06
૨૫ વલસાડ GJ - 15
૨૬ વ્યારા GJ - 26
૨૭ વસ્ત્રાલ, અમદાવાદ પૂર્વ GJ - 27
૨૮ પાલ, સુરત પૂર્વ GJ - 28
૨૯ વડોદરા - ૨ GJ - 29
૩૦ ડાંગ GJ - 30
૩૧ મોરબી GJ - 36
૩૨ ગીર સોમનાથ GJ - 32
૩૩ બોટાદ GJ - 33
૩૪ છોટા ઉદેપુર GJ - 34
૩૫ લુણાવાડા GJ - 35
૩૬ ખંભાળિયા GJ - 37
૩૭ બાવળા GJ - 38
૩૮ મોડાસા GJ - 31

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Number plates to sport OD". telegraphindia.com. Calcutta, India. ૧૯ જુલાઇ ૨૦૧૨. મૂળ માંથી 2013-12-13 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ ઓગસ્ટ ૨૦૧૨. the vehicles will have OD instead of OR
  2. "Telangana begins vehicles registration with Prefix TS". IANS. news.biharprabha.com. મેળવેલ ૧૮ જૂન ૨૦૧૪.
  3. "TS registration series rolls out in Telangana". The Hindu. હૈદરાબાદ. ૧૯ જૂન ૨૦૧૪. મેળવેલ ૨૪ જૂન ૨૦૧૪.
  4. "RTO Codes | Transport Department, Gujarat". rtogujarat.gov.in. મૂળ માંથી 2019-06-08 પર સંગ્રહિત. મેળવેલ 2019-06-08.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]