લખાણ પર જાઓ

વેબ ટ્રાફિક

વિકિપીડિયામાંથી
InternetArchiveBot (ચર્ચા | યોગદાન) (Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5) દ્વારા ૦૯:૦૯, ૧૩ એપ્રિલ ૨૦૨૪ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)

વેબ ટ્રાફિક એ મુલાકાતીઓ દ્વારા વેબ સાઇટને મોકલેલ અને પ્રાપ્ત માહિતીની માત્રા છે. તે ઇન્ટરનેટ ટ્રાફિકનો એક મોટો હિસ્સો છે. તે મુલાકાતીઓની સંખ્યા અને તેઓએ જોયેલા પૃષ્ઠોની સંખ્યાને આધારે નક્કી કરાય છે. સાઇટના ક્યા ભાગો અથવા પૃષ્ઠો લોકપ્રિય છે અને શું કોઇ સ્પષ્ટ ચલણો છે એ જોવા માટે સાઇટ્સ આવક અને જાવકના ટ્રાફિકનુ નિરીક્ષણ કરે છે, જેમકે કોઇ એક ચોક્કસ પૃષ્ઠ મોટા ભાગે કોઇ એક ચોક્કસ દેશના લોકો જોઇ રહ્યા હોય. આ ટ્રાફિકના નિરીક્ષણ માટે ઘણી પદ્ધતિઓ છે અને એકત્રિત ડેટાનો ઉપયોગ સાઇટ્સને સંરચિત કરવા, સુરક્ષા સમસ્યાઓને ધ્યાનમાં લાવવા કે બેન્ડવિડ્થની સંભવિત કમીને દર્શાવવા માટે કરાય છે — બધા ટ્રાફિક સ્વાગત યોગ્ય નથી હોતા.

અમુક કંપનીઓ વિજ્ઞાપન યોજનાઓ આપે છે, જે મુજબ વધારે વેબ ટ્રાફિક (મુલાકાતીઓ)ના બદલામાં સાઇટની સ્ક્રીન પર સ્થાન માટે ચુકવણી કરાય છે. સાઇટ્સ ઘણી વાર શોધ એન્જિન પર સમાવિષ્ટ થઇને અને શોધ એન્જિન ઓપ્ટિમાઇઝેશન દ્વારા પોતાના ટ્રાફિકમાં વધારો કરવાનું લક્ષ્ય રાખે છે.

વેબ ટ્રાફિક્સનું વિશ્લેષણ

[ફેરફાર કરો]

વેબ વિશ્લેષણ વેબસાઇટના મુલાકાતીઓના વર્તનનું માપ છે. આર્થિક સંદર્ભમાં, તે ખાસ કરીને એ બાબતનું માપન કરે છે કે ઇન્ટરનેટ માર્કેટિંગના વ્યવસાયિક લક્ષ્યો માટે વેબસાઇટના ક્યા પાસા કાર્ય કરે છે; ઉદાહરણ તરીકે, ક્યા લેન્ડિંગ પૃષ્ઠ લોકોને ખરીદી કરવા પ્રોત્સાહિત કરે છે. નોંધપાત્ર વેબ વિશ્લેષક સોફ્ટવેર અને સેવાઓના વિક્રેતાઓમાં: વેબટ્રેન્ડ્સ, કોરમેટ્રિક્સ, ઓમનીચર, અને ગૂગલ એનાલિટીક્સનો સમાવેશ થાય છે.

વેબ ટ્રાફિકનુ માપન

[ફેરફાર કરો]
ડિસેમ્બર 2004નો વિકિપીડિયા પરનો ઉદાહરણ માટેનો વેબ ટ્રાફિકનો આલેખ

વેબ ટ્રાફિકનુ માપન વેબ સાઇટ્સ અને ચોક્કસ પૃષ્ઠો અથવા સાઇટના વિભાગોની લોકપ્રિયતા જાણવા માટે થાય છે.
વેબ ટ્રાફિકનુ વિશ્લેષણ વેબ સર્વર લોગ ફાઇલમાં મળતા આંકડાઓ પરથી કરી શકાય છે, જે બધા પ્રયુક્ત પૃષ્ઠોની સ્વયં-નિર્મિત સૂચિ હોય છે. જ્યારે કોઇ પણ ફાઇલ પૂરી પડાય ત્યારે એક હીટ બને છે. પૃષ્ઠને પણ એક ફાઇલ ગણાય છે, પણ ચિત્રોને પણ ફાઇલ ગણાય છે, આમ 5 ચિત્રો ધરાવતુ એક પૃષ્ઠ 6 હીટ્સ આપે છે (5 ચિત્રો અને એક સ્વયં પૃષ્ઠ). જ્યારે કોઇ મુલાકાતી વેબ સાઇટમાંના કોઇ પૃષ્ઠ માટે અનુરોધ કરે છે ત્યારે પુષ્ઠ જોવા મળે છે– મુલાકાતી હંમેશા ઓછામાં ઓછુ એક પુષ્ઠને જોઇ (મુખ પૃષ્ઠ) શકશે પરંતુ તે ઘણા બધા પણ બનાવી શકે.

સાઇટ્સની બહારની ટ્રેકિંગ એપ્લિકેશન્સ વેબ સાઇટના દરેક પૃષ્ઠમાં એચટીએમેલ (HTML) કોડનો એક નાનો ભાગ મૂકીને ટ્રાફિકની નોંધ રાખી શકે છે.

વેબ ટ્રાફિકને કોઇક વાર પેકેટ સ્નીફીંગ દ્વારા પણ માપવામાં આવે છે અને તે રીતે ટ્રાફિક માહિતીના યાદૈચ્છિક નમૂના મેળવાય છે જેના દ્વારા પછી ઇન્ટરનેટના કુલ ઉપયોગ તરીકે વેબ ટ્રાફિકની માહિતી પ્રાપ્ત કરાય છે.

વેબ ટ્રાફિકના નિરીક્ષણ વખતે સામાન્ય રીતે નીચેના પ્રકારની માહિતીઓ પર ધ્યાન અપાય છે:

  • મુલાકાતીઓની સંખ્યા.
  • દરેક મુલાકાતી દ્વારા જોવાતા સરેરાશ પૃષ્ઠોની સંખ્યા - ઊંચી સંખ્યા દર્શાવશે કે સરેરાશ મુલાકાતીઓ સાઇટમાં ઊંડા ઉતરે છે, શક્યતઃ તેઓને સાઇટ ગમે છે કે ઉપયોગી લાગે છે.
  • મુલાકાતનો સરેરાશ સમય – ઉપભોક્તાની મુલાકાતની લંબાઇ. એક નિયમ તરીકે તેઓ જેટલો સમય વધુ વિતાવે એટલા તેઓ તમારી કંપનીમાં રસ ધરાવે છે અને સંપર્ક કરવા માટે વધુ સરળ છે.
  • સરેરાશ પૃષ્ઠ સમયગાળો– કેટલા સમય સુધી પૃષ્ઠ જોવામાં આવ્યું છે. જેટલા વધુ પૃષ્ઠો જોવાય, એટલુ તમારી કંપની માટે સારુ છે.
  • ડોમેઇન વર્ગો– બધા સ્તરની આઇપી (IP) એડ્રેસીંગ માહિતી વેબ પૃષ્ઠો અને માહિતી પહોંચાડવા માટે જરૂરી છે.
  • વ્યસ્ત સમય– સાઇટ જોવાનો સૌથી પ્રચલિત સમય એ દર્શાવે છે કે પ્રચાર અભિયાન કરવા માટે ક્યો સમય શ્રેષ્ઠ છે અને સાર-સંભાળ માટે સૌથી આદર્શ સમય ક્યો છે
  • સૌથી વધુ અનુરોધિત પૃષ્ઠો – સૌથી પ્રચલિત પૃષ્ઠો
  • સૌથી અનુરોધિત પ્રવેશ પૃષ્ઠો – પ્રવેશ પૃષ્ઠ એ મુલાકાતી દ્વારા જોવાતુ પ્રથમ પૃષ્ઠ છે અને તે દર્શાવે છે કે ક્યા પૃષ્ઠો મુલાકાતીઓને સૌથી વધુ આકર્ષિત કરે છે.
  • સૌથી વધુ અનુરોધિત નિર્ગમન પૃષ્ઠો – સૌથી વધુ અનુરોધિત નિર્ગમન પૃષ્ઠો દ્વારા ખરાબ પૃષ્ઠોને જાણવા માટે મદદરૂપ થઇ શકે, તૂટેલી કડીઓ અને નિર્ગમન પ્રુષ્ઠો પ્રચલિત બાહ્ય કડી ધરાવતા હોઇ શકે
  • ટોચના માર્ગો – એ પૃષ્ઠોનો ક્રમ છે જે મુલાકાતી પ્રવેશથી લઇને નિકાસ સુધી જોવામાં આવે છે, એ મુજબ મોટા ભાગના ઉપભોક્તાઓ સાઇટમાંથી જે માર્ગે જાય છે તે ટોચના માર્ગો છે.
  • સંદર્ભદાતાઓ; યજમાન લિંક્સના સ્રોતનું નિરીક્ષણ કરી શકે કોઇ અને એક ચોક્કસ પૃષ્ઠ માટે કઇ સાઇટ્સ સૌથી વધુ ટ્રાફિકનુ નિર્માણ કરી રહી છે તે સુનિશ્ચિત કરી શકે છે.

એલેક્સા ઇન્ટરનેટ જેવી વેબ સાઇટ્સ ટ્રાફિક ક્રમાંક અને આંકડા પ્રસ્તુત કરે છે જે એલેક્સા ટૂલબારના ઉપયોગ સાથે સાઇટોનો ઉપયોગ કરે છે. તે સંપૂર્ણ ટ્રાફિકના ચિત્રને નથી જોતું તે તેની સમસ્યા છે. મોટી સાઇટ્સ સામાન્ય રીતે નીલસન નેટરેટિંગ્સ જેવી કંપનીઓની સેવાઓ લે છે, પણ તેમના અહેવાલો ફક્ત લવાજમ દ્વારા જ ઉપલબ્ધ થાય છે.

વેબ ટ્રાફિકનું નિયંત્રણ

[ફેરફાર કરો]

એક વેબ સાઇટ દ્વારા જોવાતા ટ્રાફિકની માત્રા એ તેની લોકપ્રિયતાનુ માપન છે. મુલાકાતીઓના આંકડાનુ વિશ્લેષણ કરીને સાઇટની ખામીઓને જોવી અને એ ક્ષેત્રોમાં સુધારો કરવો શક્ય છે. સાઇટની લોકપ્રિયતા અને તેનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યામાં વધારો કરવો (અથવા, અમુક કિસ્સાઓમાં ઘટાડો કરવો પણ) શક્ય છે.

મર્યાદિત ઉપયોગ

[ફેરફાર કરો]

કોઈકવાર સાઈટના અમુક ભાગોને પાસવર્ડથી સુરક્ષિત કરવા અગત્યના હોય છે, જેથી ફક્ત અધિકૃત લોકો જ ચોક્કસ વિભાગો અને પૃષ્ઠોની મુલાકાત લઇ શકે.

કેટલાક સાઇટ વ્યવસ્થાપકોએ તેમના પૃષ્ઠને ચોક્કસ ટ્રાફિક માટે પ્રતિબંધિત કરવાનું પસંદ કર્યુ છે, જેમકે ભૌગોલિક સ્થાનને આધારે. યુ.એસ. (U.S.) પ્રમુખ જ્યોર્જ ડબલ્યૂ. બુશની પુન: ચૂંટણી પ્રચારની સાઇટ (GeorgeWBush.com) પર એક નોંધાયેલ હુમલા બાદ 25 ઓક્ટોબર 2004ના દિવસે યુ.એસ. (U.S.)ની બહારના બધા ઇન્ટરનેટ વપરાશકારો માટે પ્રતિબંધિત રાખવામાં આવી હતી.[]

એ જોડાણોની સંખ્યાને આધારે અને જોડાણ દ્વારા પ્રસારિત બેન્ડવિડ્થ દ્વારા એ બંને વડે વેબ સર્વર પરના અધિકારોને મર્યાદિત કરવા શક્ય છે. અપાચે એચટીટીપી (HTTP) સર્વર્સ પર તે લિમિટપીકન મોડ્યુલ અને અન્યો દ્વારા પૂર્ણ કરાય છે.

વેબ સાઇટ ટ્રાફિક વધારવો

[ફેરફાર કરો]

વેબ ટ્રાફિકમાં શોધ એન્જિન્સમાં સાઇટને મૂકીને અને જાહેરાતો ખરીદીને વધારો કરી શકાય જેમાં જથ્થાબંધ ઇ-મેઇલ, પોપ-અપ એડ્સ અને પૃષ્ઠમાં જાહેરાતનો સમાવેશ થાય છે. ઇન્ટરનેટ પર આધારિત ન હોય તેવી જાહેરાતો ખરીદીને પણ વેબ ટ્રાફિક વધારી શકાય.

જો વેબ પૃષ્ઠ શોધના પ્રથમ પૃષ્ઠોમાં ન હોય તો તેની કોઇ વ્યક્તિ દ્વારા શોધાવાની શક્યતા બહુ ઓછી થઇ જાય છે (ખાસ કરીને જો પ્રથમ પૃષ્ઠ પર અન્ય સ્પર્ધા હોય). બહુ ઓછા લોકો પ્રથમ પૃષ્ઠની આગળ જાય છે, અને આગળના પૃષ્ઠો પર જનારા લોકોની ટકાવારી બહુ નીચી છે. તેથી શોધ એન્જિન પર યોગ્ય સ્થાન મેળવવુ ખુદ વેબ સાઇટ જેટલુ જ અગત્યનુ છે.

ઓર્ગેનિક ટ્રાફિક

[ફેરફાર કરો]

કોઇ ચુકવણી વિના શોધ એન્જિન કે નિર્દેશિકાઓની યાદીમાં સમાવેશથી આવતા વેબ ટ્રાફિકને સામાન્ય રીતે "ઓર્ગેનિક" ટ્રાફિક તરીકે ઓળખાવવામાં આવે છે. નિર્દેશિકાઓમાં, શોધ એન્જિન્સ, માર્ગદર્શિકાઓમાં (જેમ કે યલ્લો પેજીસ અને રેસ્ટોરા ગાઇડ્સ) વેબ સાઇટનો સમાવેશ કરીને ઓર્ગેનિક ટ્રાફિક ઉત્પન્ન કે વધારી શકાય છે.

મોટા ભાગના કિસ્સાઓમાં વેબ ટ્રાફિક વધારવાનો ઉત્તમ રસ્તો મુખ્ય શોધ એન્જિન્સ પર સાઇટની નોંધ કરાવવાનો હોય છે. ફક્ત નોંધ કરાવવાથી ટ્રાફિક મળશે જ એવુ નિશ્ચિત નથી થઇ જતુ, કારણકે શોધ એન્જિન્સ નોંધાયેલ સાઇટ્સનું "ક્રોલિંગ" કરીને કાર્ય કરે છે. આ ક્રોલિંગ પ્રોગ્રામ્સ (ક્રોલર્સ) "સ્પાઇડર્સ" અને "રોબોટ્સ" તરીકે પણ જાણીતા છે. ક્રોલર્સ નોંધાયેલ મુખ પૃષ્ઠ પરથી શરૂઆત કરે છે, અને તેને જે હાઇપરલિંક્સ સામાન્ય રીતે વેબસાઇટ (આંતરિક લિંક્સ) સુધી પહોંચી શકે તેવી લાગે તેને અનુસરે છે. ક્રોલર્સ એવા પૃષ્ઠો વિશે માહિતી એકઠી કરવાનુ તેનો સંગ્રહ કરવાનું અને શોધ એન્જિન માહિતી-સંગ્રહમાં તેને ક્રમાંકિત કરવાનુ શરૂ કરે છે. દરેક કિસ્સામાં, તે પૃષ્ઠ યુઆરએલ (URL) અને પૃષ્ઠ શીર્ષકને ક્રમાંકિત કરે છે. મોટા ભાગે તેઓ વેબ હેડર (મેટા ટેગ) અને પૃષ્ઠ પરના લખાણને ચોક્કસ માત્રામાં ક્રમાંકિત કરે છે. ત્યારબાદ જ્યારે કોઇ શોધ એન્જિન, કોઇ એક ચોક્કસ શબ્દ કે શબ્દ સમૂહને શોધે છે ત્યારે શોધ એન્જિન માહિતી-સંગ્રહમાંથી શોધીને પરિણામ ઉત્પન્ન કરે છે, જે સામાન્ય રીતે શોધ એન્જિન અલ્ગોરિધમ મુજબ સુસંગતતા અનુસાર ગોઠવેલ હોય છે.

સામાન્ય રીતે ટોચના ઓર્ગેનિક પરિણામને વેબ વપરાશકારોના સૌથી વધુ ક્લિક્સ મળે છે. કેટલાક અભ્યાસો મુજબ [સંદર્ભ આપો], ટોચનું પરિણામ ક્લિક્સના 5% થી 10% મેળવે છે. તેના પછીના દરેક પરિણામ તેની પહેલાના પરિણામના 30% થી 60% વચ્ચે ક્લિક્સ મેળવે છે. તે દર્શાવે છે કે ટોચના પરિણામોમાં સ્થાન મેળવવું અગત્યનું છે. અમુક કંપનીઓ શોધ એન્જિન માર્કેટિંગની વિશેષજ્ઞ છે. જોકે, કેવી રીતે પરિણામો પ્રાપ્ત કરવા તેની કોઇ સાચી જાણકારી વગરની "બોઇલર-રૂમ" કંપનીઓ વેબમાસ્ટર્સનો સંપર્ક કરતી હોવાનું સામાન્ય થતું જાય છે. પે-પર-ક્લિકથી વિરુદ્ધ, શોધ એન્જિન માર્કેટિંગમા માસિક કે વાર્ષિક ચુકવણી કરાય છે, અને મોટા ભાગની શોધ એન્જિન કંપનીઓ તેમને જે માટે નાણાં ચુકવાયા હોય તેવા ચોક્કસ પરિણામો આપી શકવાનુ વચન નથી આપી શકતી.

વેબ પર માહિતીની વિશાળ માત્રાને લીધે, ક્રોલર્સને તેમને મળેલા પૃષ્ઠોની સમીક્ષા અને ક્રમાંકનને પૂર્ણ કરવા માટે ઘણા દિવસો, સપ્તાહો કે મહિનાઓ લાગી શકે છે. ઉદાહરણ તરીકે ગૂગલે, 2004ના અંત સુધીમાં આઠ અબજથી વધુ પૃષ્ઠો ક્રમાંકિત કર્યા હતા. સેંકડો કે હજારો સર્વરો પૃષ્ઠોનું સ્પાઇડરીંગ કરતા હોવા છતા, પુનઃ ક્રમાંકનને પૂર્ણ થતા સમય લાગે છે. ચોક્કસ વેબસાઇટ્સના અમુક હાલમાં જ સુધારેલ પૃષ્ઠો શોધ એન્જિન્સ પર શોધતી વખતે તત્કાળ ન મળતા હોવાનું એ જ કારણ છે.

વધુ પડતા ટ્રાફિકનો બોજ

[ફેરફાર કરો]

ખૂબ વધુ વેબ ટ્રાફિક વેબ સાઇટને નાટ્યાત્મક રીતે ધીમી કરી શકે અથવા તેનો ઉપયોગ સાવ બંધ થઇ જઇ શકે. આવુ ક્ષમતા કરતા વધુ ફાઇલ અનુરોધો સર્વરમાં જવાને લીધે અથવા સાઇટ પરના ઇરાદાપૂર્વકના હુમલાને અથવા સામાન્ય રીતે વધુ પડતી લોક્પ્રિયતાને લીધે બની શકે. મોટા પાયા પરની ઘણા સર્વર્સ ધરાવતી વેબ સાઇટ્સ, ઘણી વાર આવશ્યક ટ્રાફિકનો સામનો કરે છે અને નાની સેવાઓ ટ્રાફિકના વધુ પડતા બોજથી પ્રભાવિત થાય તેની શક્યતા વધુ છે.

ડિનાયલ ઓફ સર્વિસ હુમલો

[ફેરફાર કરો]

સાઇટ સંભાળી ન શકે એટલા અનુરોધોનો મારો ચલાવીને, ડિનાયલ-ઓફ-સર્વિસ હુમલાઓ (ડીઓએસ(DoS) હુમલાઓ)એ વેબ સાઇટ્સને એક ખરાબ હુમલા બાદ બંધ કરી દીધી. વાઇરસોનો પણ મોટા પાયા પરના ડિસ્ટ્રીબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસ હુમલાઓના સમર્થન માટે ઉપયોગ થયો.

ઓચિંતી લોકપ્રિયતા

[ફેરફાર કરો]

લોકપ્રિયતામાં અચાનક ઉછાળો આવવાથી એકાએક વેબ ટ્રાફિક પર વધુ પડતો બોજ આવી શકે. મીડિયામાં કોઈ સમાચાર, ઝડપથી ફેલાતા ઇમેઇલ અથવા કોઇ લોકપ્રિય સાઇટની લિંકને લીધે મુલાકાતીઓની સંખ્યામાં ઓચિંતો વધારો થઇ શકે છે (ક્યારેક તેને સ્લેશડોટ અસર કે રેડીટ અસર પણ કહે છે)

આ પણ જુઓ

[ફેરફાર કરો]
  • વેબ ટ્રાફિક જનરેશન મોડલ

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Miller, Rich (2004-10-26). "Bush Campaign Web Site Rejects Non-US Visitors".