કાશ્મીર
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
- આ લેખ કાશ્મીર ખીણ વિશે છે. આ રાજયનો લેખ જોવા માટે અહીં જુઓ: જમ્મૂ અને કાશ્મીર.
કાશ્મીર (કાશ્મીરી: કોશૂર) ભારતીય ઉપખંડનો એક ભાગ છે જેના ભાગોં પર ભારત નુ અધિપત્ય છે. ભારતીય કાશ્મીર જમ્મૂ અને કાશ્મીર પ્રદેશનો એક ખંડ છે. પાકિસ્તાન તેના પર ભારતનો અધિકાર નથી માનતુ તેને પોતાનુ બનાવી લેવા માગે છે. કાશ્મીર એક મુસ્લિમ બહુમતી ધરાવતો પ્રદેશ છે. આજે તે આતંકવાદ નું મુખ્ય કેન્દ્ર છે. તેની મુખ્ય ભાષા કાશ્મીરી છે.
જમ્મુ અને કાશ્મીર ના બાકી બે ખંડ છે જમ્મૂ અને કાશ્મીર ખીણ. પાકિસ્તાન શાસિત રાજ્યના બે બીજા ખંડ છે: શુમાલી પ્રદેશ અને કહેવાતુ આઝાદ કાશ્મીર. ચીનના શાસન નીચે લદાખનો અક્સાઈ ચીન પ્રદેશ આવે છે. રાજનૈતિક વિવાદોને કારણે ઘણીવાર આખા જમ્મુ કાશ્મીર રાજ્યને લોકો (ખાસ કરીને વિદેશમાં) કાશ્મીર કહે છે. કાશ્મીરનો મુખ્યભાગ કાશ્મીર ખીણ છે. તે ચારે બાજુ હિમાચ્છાદીત પર્વતોથી ઘેરાયેલો છે. કાશ્મીર ખીણનો આ પ્રદેશ અત્યંત નયનરમ્ય છે, અને કાશ્મીર તેનો કુદરતી સૌંદર્ય માટે દુનિયાભર માં જાણીતું છે. કવિઓએ કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહીને નવાજ્યું છે.
ભૂગોળ
[ફેરફાર કરો]આ સુંદર ભૂભાગ મુખ્યત્વે ઝેલમ નદીના ઘાટીમાં આવેલો છે. ભારતીય કાશ્મીર ઘાટીમાં ૬ જિલ્લા છે: શ્રીનગર, બડગામ, અનંતનાગ, પુલવામા, બારામુલા અને કુપવાડા કાશ્મીર હિમાલયના પર્વતીય ક્ષેત્રનો ભાગ છે. જમ્મુ ખંડથી અને પાકિસ્તાનથી તેને પીર-પાંજાલ પર્વત-શ્રેણી અલગ કરે છે. અહીં ઘણા સુંદર સરોવર છે, જેમ કે ડલ/દાલ, વુલર અને નગીન. અહીંનુ હવામાન ગરમીમાં ખુશનૂમા અને ઠંડીમાં બર્ફીલુ હોય છે. આ પ્રદેશને ધરતીનુ સ્વર્ગ કહેવાય છે. એક નહીં કેટલાય કવિઓએ વારંવાર કહયુ છે કે:
- ગર ફ઼િર્દૌસ બર રુએ જ઼મીન અસ્ત, હમીં અસ્ત, હમીં અસ્ત.
- જો આ જમીન પર ક્યાંક સ્વર્ગ છે, (તો પછી) અહિં છે, અહિં છે.
શ્રીનગર જમ્મૂ અને કાશ્મીરની ગ્રીષ્મકાલીન રાજધાની છે. આ શહેર અને તેના આસ-પાસ ના ક્ષેત્ર એક જ઼માના મા દુનિયા ના સૌથી ખ઼ૂબસૂરત પર્યટન સ્થળ તરીકે જાણીતા હતા -- જેમકે દાલ સરોવર, શાલિમાર અને નિશાત બાઘ, ગુલમર્ગ, પહલગ઼ામ, ચશ્માશાહી, આદિ. અહી હિન્દી સિનેમા ની ઘણી ફ઼િલ્મોં નુ શૂટિંગ થતું હતું. એવુ માનવામાં આવેછે કે શ્રીનગરની હજરત બાલ મસ્જિદમાં હજરત મુહમ્મદ ની દાઢીનો એક વાળ રાખવામાં આવ્યો છે . શ્રીનગર માં શંકરાચાર્ય પર્વત છે. જ્યાં હિંદુ ધર્મસુધારક અને અદ્વૈત વેદાંત ના પ્રતિપાદક આદિ શંકરાચાર્ય સર્વજ્ઞાનપીઠ ના આસન પર વિરાજમાન થયા હતા. દાલ સરોવર અને ઝેલમ નદી (સંસ્કૃત : વિતસ્તા, કશ્મીરી : વ્યથ) માં પરીવહન માટે, ફરવા તેમજ ખરીદારી કરવા માટે શિકારા નામની ખાસ હોડીઓ વપરાય છે. કમળ ના ફૂલોથી સુશોભીત આ દાલ સરોવર પર હોડીઓમાં બનાવેલા ખાસ ઘર હોય છે જે હાઉસબોટ કહેવાય છે. ઇતિહાસકાર માને છે કે શ્રીનગરને મૌર્ય સમ્રાટ અશોક દ્વારા વસાવાયુ હતુ.
શ્રીનગર થી નજીક મા એક પ્રાચિન માર્તણ્ડ (સૂર્ય) મંદિર છે.અને કુઔર અનેર અનંતનાગ જ઼િલ્લામાં શિવને સમર્પીત અમરનાથની ગુફા છે. જ્યાં હજારો તીથયાત્રીઓ જાયછે. શ્રીનગર થી ૩૦ કિલોમીટર દૂર મુસ્લિમ સૂફ઼ી સંત શેખ઼ નૂરુદ્દિન વલી ની દરગાહ ચરાર-એ-શરીફ઼ છે. જેને કેટલાક વર્ષ પહેલા ઇસ્લામી આતંકવાદિયોં એ સળગાવી દીધી હતી, પરંતુ ત્યાર બાદ તેનુ સમારકામ કરવામાં આવ્યુ છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]પ્રાચીનકાળમાં કાશ્મીર પર હિંદુ અને બૌદ્ધ સંસ્કૃતિઓનો વિશેષ પ્રભાવ પડેલ છે. એવુ માનવામા આવેછે કે અહીં ભગવાન શિવ ની પત્ની દેવી સતી નિવાસ કરતી હતી, અને તે સમયે આ ખીણ પાણીથી ઢંકાયેલી હતી, અહીં એક રાક્ષસ નાગ પણ રહેતો હતો, જેને વૈદીક ઋષિ કશ્યપ અને દેવી સતીએ મળીને હરાવ્યો હતો તથા મોટાભાગનુ પાણી ઝેલમ નદી ના રસ્તે વહાવી દીધુ હતુ. આ પ્રમાણે આ જગ્યા નુ નામ સતીસર થી કાશ્મીર પડ્યુ. આના થી તર્કસંગત પ્રસંગ એ પણ છે કે આનું વાસ્તવિક નામ કશ્યપમર (અથવા કાચબાનુ સરોવર) હતુ. આથી કાશ્મીર નામ પડ્યુ.
કાશ્મીર નો સરસ પ્રાચીન ઇતિહાસ કલ્હણ (અને ત્યાર બાદ ના અન્ય લેખકોં) ના ગ્રંથ રાજતરંગિણી થી મળેછે. પ્રાચીન કાળમા અહીં હિંદુ આર્ય રાજાઓં નુ રાજ હતુ.
મૌર્ય સમ્રાટ અશોક અને કુષાણ સમ્રાટ કનિષ્ક ના સમયમાં કાશ્મીર બૌદ્ધ ધર્મ અને સંસ્કૃતિ નુ મુખ્ય કેન્દ્ર બની ગયુ. પૂર્વ-મધ્યયુગ મા અહીંના ચક્રવર્તી સમ્રાટ લલિતાદિત્ય એ એક વિશાલ સામ્રાજ્ય કાયમ કરી લીધુ હતુ. કાશ્મીર સંસ્કૃત વિદ્યા નુ વિખ્યાત કેન્દ્ર હતુ.[૧]
કાશ્મીર શૈવદર્શન પણ અહીં જન્મ્યા અને મોટા થયા. અહીંના મહાન મનીષીયોં માં પતઞ્જલિ, દૃઢબલ, વસુગુપ્ત, આનન્દવર્ધન, અભિનવગુપ્ત, કલ્હણ, ક્ષેમરાજ વગેરે છે. એવી ધારણા છે કે વિષ્ણુધર્મોત્તર પુરાણ તથા યોગ વાસિષ્ઠ અહીં લખાયેલ.
મધ્યયુગ માં મુસ્લિમ હુમલાખોર કાશ્મીર પર હાવી થઇ ગયા. કેટલાક મુસલમાન શાહ અને રાજ્યપાલ (જેવાકે શાહ જ઼ૈન-ઉલ-અબિદીન) હિન્દુઓ સાથે સારો વ્યવહાર કરતા હતા. પરંતુ કેટલાક (જેવાકે સુલ્તાન સિકંદર બુતશિકન) એ અહીંના મૂળ કાશ્મીરી હિન્દુઓં ને મુસલમાન બનવા, અથવા રાજ્ય છોડવા કે મરવા માટે મજબૂર કરી દીધા. થોડીક સદીઓમા કાશ્મીર ઘાટીમા મુસ્લિમ બહુમત થઇ ગયુ. મુસલમાન શાહોમા વારંવાર તે અફઘાન, કાશ્મીરી મુસલમાન, મુઘલ આદિ વંશો પાસે ગયુ. મુઘલ સલ્તનતના પતન પછી શીખ મહારાજા રણજીત સિંહ ના રાજ્યમાં ભળી થઇ ગયા. થોડા સમય બાદ જમ્મુના હિંદુ ડોગરા રાજા ગુલાબ સિંહ ડોગરા એ બ્રિટિશ લોકો સાથે સંધિ કરીને જમ્મુની સાથે સાથે કાશ્મીર પર પણ અધિકાર કરી લીધો.
કાશ્મીરી લોકો
[ફેરફાર કરો]ભારતની આઝાદીના સમયે કાશ્મીરી ઘાટીમા લગભગ ૧૫% લોકો હિંદુ હતા અને બાકી ના મુસલમાન હતા. આતંકવાદ શરુ થયા પછી હાલમા કાશ્મીર માં ફક્ત ૪% હિંદુ હયાત છે, એટલેકે ઘાટીમા ૯૬% મુસ્લિમ બહુમત છે.
સંસ્કૃતિ
[ફેરફાર કરો]અહીંની સૂફી પરંપરા ખુબ વિખ્યાત છે. જે કાશ્મીરી ઇસ્લામ ને પરંપરાગ શિયા અને સુન્ની થી થોડુ અલગ અને હિંદુઓ પ્રતિ સહિષ્ણુ બનાવે છે. કશ્મીરી હિન્દુઓં ને કશ્મીરી પંડિત બ્રાહ્મણ કહેવાય છે. દરેક કશ્મીરિયોં ને કશ્મીર ની સંસ્કૃતિ, જેમકે કશ્મીરિયત પર ખુબજ ગર્વ છે. વાદી-એ-કશ્મીર પોતાના ચિનાર ના વ્રુક્ષો, કશ્મીરી સફરજન, કેસર (જ઼ાફ઼રાન, જેને સંસ્કૃત માં કાશ્મીરમ્ પણ કહેવાય છે), પશ્ચિમના ઊન અને શૉલોં પર કરેલ કારીગરી, ગલીચોં અને દેસી ચાય (કાઢો) માટે દુનિયા ભર માં મશહૂર છે. અહીંના સંતૂર પણ ખુબજ પ્રસિદ્ધ છે. આતંકવાદ થી ખરેખર આબધા ની અને કશ્મીરિયોં ની સુખ શાંતિ છિનવાઇ ગઇ છે. કશ્મીરી વ્યંજન ભારતભરમા ખુબજ લિજ્જ્તદાર મનાય છે. નોંધ લેવા જેવુ છેકે કે મોટાભાગના કશ્મીરી પંડિત માંસ ખાય છે. કશ્મીરી પંડિતોંના માંસાહારી વ્યંજન જેવાકે નેની (બકરાના માંસનુ) ક઼લિયા, નેની રોગ઼ન જોશ, નેની યખ઼િયન (યખ઼ની), મચ્છ (મછલી), વગેરે. કશ્મીરી પંડિતોંના શાકાહારી વ્યંજન જેવાકે ચમની ક઼લિયા, વેથ ચમન, દમ ઓલુવ (આલૂ દમ), રાજ઼્મા ગોઆગ્જી, ચોએક વંગન (બૈંગન) વગેરે. કશ્મીરી મુસલમાનોંના (માંસાહારી) વ્યંજન જેવાકે વિવિધ જાતના કબાબ અને કોફ્તા, રિશ્તાબા, ગોશ્તાબા, વગેરે. પરંપરાગત કશ્મીરી દાવત ને વાજ઼વાન કહેવાય છે. એવુ કહેવાય છે કે દરેક કશ્મીરી ની ઇચ્છા હોય છે કે જીવનમા ઓછામા ઓછુ ,એક વખત, પોતાન મિત્રો માટે તેઓ વાજ઼વાન પરોસે. બધુમળીને કહીએ તો કશ્મીર હિંદુ અને મુસ્લિમ સંસ્કૃતિઓનું અનોખુ મિશ્રણ છે.
વિવાદ
[ફેરફાર કરો]ભારતની સ્વતંત્રતા ના સમયે હિંદુ રાજા હરિસિંહ અહિંના શાસક હતા. શેખ અબ્દુલ્લા ના નેતૃત્વમાંં મુસ્લિમ કોન્ફરન્સ (ત્યારબાદ નેશનલ કોન્ફરન્સ) એ સમયે કશ્મીર ની મુખ્ય રાજનૈતિક પાર્ટી હતી. કશ્મીરી પંડિત, શેખ઼ અબ્દુલ્લા અને રાજ્ય ના વધુ મુસ્લિમો કશ્મીર નો ભારતમાંં જ વિલય થાય તેમ ઇચ્છતા હતા પણ પાકિસ્તાનથી તે સહન ના થયુંં કે કોઈ મુસ્લિમ-બહુમત પ્રાન્ત ભારતમાંં રહે (આનાથી એમના બે-રાષ્ટ્રના સિદ્ધાન્તને ઠેસ પહોંંચતી હતી) જેથી 1947-48 માં પાકિસ્તાનેે કબીલાઓ અને તેમની પોતાની સેના પાસે કશ્મીરમાં આક્રમણ કરાવડાયું અને ઘણો વિસ્તાર કબ્જે કરી લીધો. તે સમયના વડાપ્રધાનજવાહરલાલ નેહરુએ મોહમ્મદ અલી જિન્નાને આવિવાદ નો જનમત-સંગ્રહ થી દુર કરવા નો પ્રસ્તાવ કર્યો, જેને જિન્નાએ એ વખતે ઠુકરાવી દીધો કેમકે તેમને પોતાની સૈનિક કાર્યવાહી પર પુરો ભરોસો હતો.
મહારાજા એ શેખ઼ અબ્દુલ્લા સાથે સહમતિથી ભારતમાં અમુક શરતો સાથે કાશ્મીર નો વીલય કરી દીધો. એથી ભારતિય સેનાએ રાજ્યનો ઘણો વિસ્તાર બચાવી લીધો. અને આ વિવાદને સંયુક્ત રાષ્ટ્રમાં લઇ ગયા.
તો સંયુક્તરાષ્ટ્ર મહાસભાએ બે સંકલ્પ પારિત કર્યા :
- પાકિસ્તાન તુરંત પોતાની સેના તેના કબજા હેઠળનો હિસ્સો ખાલી કરે.
- શાંતિ સ્થપાય તે બાદ બંન્ને દેશો કશ્મીરના ભવિષ્યનું નિર્ધારણ ત્યાંની જનતાની મરજી પ્રમાણે કરે. (ત્યારબાદ કહેવામાં આવ્યુ કે જનમત-સંગ્રહથી).
પાકિસ્તાનની પ્રવૃતિઓને કારણે આ સંકલ્પને હાલ સુધીમાં લાગુ નથી કરી શકાયો.
ભારતીય પક્ષ
[ફેરફાર કરો]- જમ્મૂ-કશ્મીર ની લોકતાંત્રિક નિર્વાચિત સંવિધાન-સભા એ 1957 માં એકમત થઇ જમ્મુ કાશ્મીર ના ભારત મા વિલય ને મંજૂરી આપી.
- ભારત પાકિસ્તાનના બે-રાષ્ટ્ર સિદ્ધાંતમાં માનતું નથી. કેમ કે ભારત સ્વયં ધર્મનિરપેક્ષ છે.
- કાશ્મીરનો ભારત માં વિલય બ્રિટિશ "ભારતીય સ્વાતન્ત્ર્ય અધિનિયમ" હેઠળ યોગ્ય હતો.
લગભગ બધા કશ્મીરી પંડિતોને આતંકવાદીઓ એ ખીણની બાહર ધકેલી દીધા છે અને તેઓ શરણાર્થી શિબીરમાં રહે છે.
- આજે પણ ભારત દ્રઢપણે POKને ભારતનો જ ભાગ માને છે.
આતંકવાદ
[ફેરફાર કરો]- જે પણ હોય, કાશ્મીરી જનતા આજે પણ પાકિસ્તાન દ્વારા ચલાવી રહેલ ભયાનક આતંકવાદ સામે ઝઝુમી રહી છે.
- કશ્મીર ઘાટી માં વધતો આતંકવાદ પાકિસ્તાન પ્રેરીત છે. તે અહી ના યુવાનો ને ગેરમાર્ગે દોરવા નું કામ કરે છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ સુભાષ કાક, The Wonder That Was Kashmir. In "Kashmir and its People: Studies in the Evolution of Kashmiri Society." M.K. Kaw (ed.), A.P.H., New Delhi, 2004. ISBN 81-7648-537-3. http://www.ece.lsu.edu/kak/wonder.pdf
સ્ત્રોત
[ફેરફાર કરો]- કશ્મીરી પંડિતોની વેબસાઈટ સંગ્રહિત ૨૦૧૭-૦૯-૧૩ ના રોજ વેબેક મશિન