જુલાઇ ૧૨
Appearance
૧૨ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૯૩મો (લિપ વર્ષ દરમ્યાન ૧૯૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૭૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૫૭૬ – મુઘલ સામ્રાજ્યએ રાજમહેલના યુદ્ધમાં બંગાળ સલ્તનતને હરાવી બંગાળ હસ્તગત કર્યું.
- ૧૭૯૯ – રણજીતસિંહ લાહોર પર વિજય મેળવી પંજાબ (શીખ સામ્રાજ્ય)ના મહારાજા બન્યા.
- ૧૯૬૧ – ખડકવાસલા અને પાનશેત બંધ તૂટતાં પુના અને નજીકના વિસ્તારમાં પૂર આવ્યું, ઓછામાં ઓછા બે હજાર લોકો માર્યા ગયા.
- ૧૯૭૫ – સાઓ તોમ પ્રિન્સિપી દ્વીપરાષ્ટ્ર સ્વતંત્ર બન્યું.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૫૪ – જ્યોર્જ ઇસ્ટમેન, કેમેરા એન્ડ રીલ કંપની કોડકના સ્થાપક (અ. ૧૯૩૨)
- ૧૯૦૯ – બિમલ રોય, ભારતીય ફિલ્મ દિગ્દર્શક (અ. ૧૯૬૬)
- ૧૯૩૪ – દિગીશ મહેતા, ગુજરાતી નિબંધકાર, નવલકથાકાર અને વિવેચક (અ. ૨૦૦૧)
- ૧૯૪૫ – ઘનશ્યામ નાયક, ગુજરાતી અભિનેતા, પાર્શ્વગાયક અને ડબિંગ કલાકાર
- ૧૯૬૫ – સંજય માંજરેકર, ભારતીય ક્રિકેટર
- ૧૯૭૨ – સુંદર પિચાઈ, ભારતીય-અમેરિકન વ્યાપારી અને ઉદ્યોગ સાહસિક, ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ)
- ૧૯૯૭ – મલાલા યુસુફઝઈ, પાકિસ્તાની-અંગ્રેજી કાર્યકર્તા, નોબેલ પુરસ્કાર વિજેતા
અવસાન
[ફેરફાર કરો]- ૧૪૮૯ – બહલૂલ લોદી, દિલ્હીના સુલતાન (જ. ૧૪૦૧/૦૬)
- ૧૯૮૦ – બચુભાઇ રાવત, સંપાદક અને કલા વિવેચક (જ. ૧૮૯૮)
- ૧૯૯૯ – રાજેન્દ્ર કુમાર, ભારતીય અભિનેતા (જ. ૧૯૨૯)
- ૨૦૦૨ - ઘનશ્યામભાઈ ઓઝા, ગુજરાતના ચોથા મુખ્યમંત્રી (જ. ૧૯૧૧)
- ૨૦૧૨ – દારા સિંહ, ભારતીય કુસ્તીબાજ, અભિનેતા અને રાજકારણી (જ. ૧૯૨૮)
- ૨૦૧૩ – પ્રાણ, હિન્દી ચલચિત્ર અભિનેતા (જ. ૧૯૨૦)
- ૨૦૨૦ – નગીનદાસ સંઘવી, રાજકારણશાસ્ત્રના અધ્યાપક, લેખક અને કટારલેખક (જ. ૧૯૨૦)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૭-૦૩-૧૨ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર July 12 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.