લખાણ પર જાઓ

મંગોલિયાનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
મંગોલિયા
પ્રમાણમાપ૧:૨
અપનાવ્યોડિસેમ્બર ૨૬, ૧૯૧૧ અને ફરીથી ફેબ્રુઆરી ૧૨, ૧૯૯૨
રચનાભૂરો કેન્દ્રમાં અને બંને બાજુ લાલ રંગના ત્રણ ઉભા પટ્ટા; ધ્વજદંડ તરફના લાલ પટ્ટામાં પીળા રંગનું રાજચિહ્ન

મંગોલિયાનો રાષ્ટ્રધ્વજ ત્રણ સમાન પહોળાઈના ઉભા પટ્ટા ધરાવે છે, તેમાં લાલ, ભૂરા અને લાલ એમ એકાંતરે પટ્ટા છે. ધ્વજદંડ તરફના લાલ પટ્ટામાં પીળા રંગનું રાજચિહ્ન છે. ભૂરો રંગ અફાટ ભૂરા આકાશનું, બંને બાજુના લાલ પટ્ટા મંગોલિયાની પ્રતિકુળ પર્યાવરણમાં પણ પ્રગતિ સાધવાના સૂચક છે.[] રાજચિહ્ન ઉભા સ્તંભાકારે હોય છે અને તે અગ્નિ, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, પાણી અને યીન-યાંગ ચિહ્ન ને ભૂમિતિ અનુસાર ગોઠવેલ હોય છે. મંગોલિયામાં લોકશાહીની સ્થાપના સમયે ફેબ્રુઆરી ૧૨, ૧૯૯૨ના રોજ હાલના ધ્વજને સ્વીકૃતિ મળી. તે ૧૯૪૦ના સામ્યવાદી ધ્વજ સાથે સામ્યતા ધરાવે છે. તે ધ્વજમાં સિતારો હતો.

ઐતિહાસિક ધ્વજ

[ફેરફાર કરો]

મંગોલિયાના ઐતિહાસિક ધ્વજ[]

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Montsame News Agency.
  2. Report of the newly declared Mongol khanate.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]