મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક
ભૌગોલિક વિસ્તાર અનુસાર કોમ્પ્યુટર નેટવર્કના પ્રકારો |
---|
|
મહાનગરીય નેટવર્ક (મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક – MAN) એક એવું કમ્પ્યુટર નેટવર્ક છે જેનો વિસ્તાર એક પુરા શહેરમાં ફેલાયેલ હોય શકે કે ખુબ જ મોટા સંકુલ (જેમાં નાનું ગામ સમાઈ શકે) જેટલો હોઈ શકે છે આવા વિસ્તારોના નેટવર્કિંગ ઉપકરણોને એકબીજા સાથે જોડવા અને તેમાં રહેલી વિવિધ પ્રકારની LANને હાઈ-સ્પીડ વાળા બેકબોનથી જોડાઈ છે આ બેકબોન નેટવર્ક બનાવવા માટે ઓપ્ટિક ફાઈબર કે 10 Gigbit ઈથરનેટનો ઉપયોગ થયેલો હોઈ શકે છે. IEEE 802-2002 MANને નીચે મુજબ વ્યાખ્યાયિત કરે છે. [૧]
MAN એ LANથી મોટા ભૌગોલિક વિસ્તાર માટે શ્રેષ્ઠ છે જેનો વિસ્તાર કેટલાક બ્લોકથી વધી ને સંપૂર્ણ શહેરમાં ફેલાયેલ હોય શકે. MANની સંચાર સેવા મધ્યમ થી ઉચ્ચ દરની ચેનલ પર આધારિત હોય છે. MAN પર કોઈ એક સંસ્થાની માલિકી હોય શકે પરંતુ, તે ઘણી વ્યક્તિઓ અને જુદી-જુદી સંસ્થાઓ માટે કાર્યરત હોય શકે. MANનો ઉપયોગ સાર્વજનિક (પ્રજાના કામમાં) રીતે પણ થઇ શકે. તે ખરા અર્થમાં સ્થાનિક નેટવર્કોને અંદરોઅંદર જોડનાર સાબિત થઇ શકે છે.
મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ:મેનેજીનીગ ધ ડીજીટલ ફર્મ (૧૦મી આવૃત્તિ) ના લેખકો Kenneth C. Laudan અને Jane P. Laudon પ્રમાણે MANની વ્યાખ્યા :
MANએ ખુબ જ મોટું કમ્પ્યુટર નેટવર્ક છે જે શહેરના મોટા વિસ્તારો માં કે સંકુલોમાં ફેલાયેલું છે. તેનો ભૌગોલિક વિસ્તાર WAN અને LAN વચ્ચેનો છે. MAN મેટ્રોપોલીટન વિસ્તારોના LANમાં ઈન્ટરનેટ પુરૂ પાડે છે. અને તેને ખુબ જ મોટા નેટવર્ક (જેમકે ઈન્ટરનેટ) સાથે જોડી આપે છે.
અમલીકરણ
[ફેરફાર કરો]આ હેતુ માટે કેટલીક તકનીકોનો ઉપયોગ થાય છે જેમકે : Asynchronous Transfer Mode (ATM), FDDI અને SMDS.MANમાં વાયર વગરની લીંક જેવીકે માઈક્રોવેવ, રેડિયો કે ઇન્ફ્રા-રેડ લેસર જેવી લીન્કોનો ઉપયોગ થયેલો હોય શકે છે. ઘણી કંપની આવી લીન્કોને શહેરમાં રહેલી સંસ્થાઓને જોડવા માટે ભાડે લઇ શકે છે.
DQDB – Distributed-Queue Dual-Bus એ મેટ્રોપોલીટન એરિયા નેટવર્કનું ડેટા સંચાર માટેનું નેટવર્ક ધોરણ છે. જેને IEEE 802.6 તરીકે વ્યાખ્યાયિત કર્યું છે. DQDBનો ઉપયોગ કરીને નેટવર્કને ૨૦ માઈલ (૩૦ કિમી) સુધી લંબાવી શકાય છે અને તેને ૩૪ થી ૧૫૫ Mbit/S ની ઝડપે સંચાલિત કરી શકાય.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ IEEE Std 802-2002, IEEE Standard for Local and Metropolitan Area Networks: Overview and Architecture, page 1, section 1.2: "Key Concepts", "basic technologies" http://standards.ieee.org/getieee802/download/802-2001.pdf