સપ્ટેમ્બર ૭
Appearance
૭ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૫૦મો (લિપ વર્ષ દરમ્યાન ૨૫૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૧૫ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૬૯૫ – હેનરી એવરીએ ગ્રાન્ડ મુઘલ જહાજ ગંજ-એ-સવાઈ પર કબજો જમાવી ઇતિહાસની સૌથી નફાકારક સમુદ્રી લૂંટ ચલાવી. તેના જવાબમાં સમ્રાટ ઔરંગઝેબે ભારતમાં તમામ અંગ્રેજી વેપાર સમાપ્ત કરવાની ધમકી આપી.
- ૧૯૨૩ – આંતરરાષ્ટ્રીય ફોજદારી પોલીસ સંગઠન (ઇન્ટરપોલ)ની રચના કરવામાં આવી.
- ૧૯૨૭ – "ફિલો ટેઇલર ફાર્ન્સવર્થ" દ્વારા સંપૂર્ણ વિજાણું પ્રણાલી ધરાવતા પ્રથમ ટેલિવિઝનનું નિર્માણ કરાયું.
- ૧૯૪૦ – બીજું વિશ્વ યુદ્ધ: જર્મન સેનાએ લંડન સહિત અન્ય બ્રિટિશ શહેરો પર સતત ૫૦ થી વધુ રાતો સુધી બોમ્બમારો કર્યો.
- ૧૯૬૫ – ચીને ભારતીય સરહદ પર સૈન્યબળ વધારવાની ઘોષણા કરી.
- ૧૯૮૮ – અંતરિક્ષમાં જનારા પ્રથમ અફઘાન "અબ્દુલ અહદ મોહમ્મદ", મીર સ્પેસ સ્ટેશન પર નવ દિવસ પછી પૃથ્વી પર પાછા ફર્યા.
જન્મ
[ફેરફાર કરો]- ૧૯૦૬ – મહેબૂબ ખાન, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત હિન્દી ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક (અ. ૧૯૬૪)
- ૧૯૨૫ – ભાનુમતી રામકૃષ્ણ, ભારતીય અભિનેત્રી, ગાયક, દિગ્દર્શક અને નિર્માતા (અ. ૨૦૦૫)
- ૧૯૩૩ – ઈલા ભટ્ટ, સહકારી ચળવળના માર્ગદર્શક, સામાજિક કાર્યકર, ગાંધીવાદી
- ૧૯૩૪ – સુનીલ ગંગોપાધ્યાય, ભારતીય લેખક અને કવિ (અ. ૨૦૧૨)
- ૧૯૫૧ – મામૂટી, ભારતીય અભિનેતા અને નિર્માતા
- ૧૯૬૩ – નીરજા ભનોત, અશોક ચક્ર પુરસ્કાર વિજેતા વિમાન પરિચારિકા (અ. ૧૯૮૬)
- ૧૯૭૭ – સચિન પાયલોટ, રાજકારણી, રાજસ્થાનના ૫મા નાયબ મુખ્ય મંત્રી
અવસાન
[ફેરફાર કરો]- ૧૫૫૨ : ગુરુ અંગદદેવ, બીજા શીખ ગુરુ (જ. ૧૫૦૪)
- ૧૯૨૪ : દામોદર બોટાદકર, ગુજરાતી કવિ (જ. ૧૮૭૦)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- પાકિસ્તાન - સંરક્ષણ દિન (પાક વાયુસેના દિવસ) ૧૯૭૧ થી.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર September 7 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.