લખાણ પર જાઓ

ફરીદાબાદ

વિકિપીડિયામાંથી
Sam.ldite (ચર્ચા | યોગદાન) દ્વારા ૨૩:૨૯, ૧૭ ડિસેમ્બર ૨૦૧૨ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)

ફરીદાબાદ (હિંદી: फरीदाबाद) હરિયાણા રાજ્યની અગ્નિ દિશામાં આવેલા ફરીદાબાદ જિલ્લામાં આવેલું એક શહેર છે. આ શહેર ૨૮°૨૫′૧૬″ ઉ અક્ષાંશ અને ૭૭°૧૮′૨૮″ પૂર્વ રેખાંશ પર વસેલું છે. આ શહેરની ઉત્તરી સીમાએ રાજધાની દિલ્હી આવેલી છે, તેની પશ્ચિમે ગુરગાંવ જિલ્લો અને પૂર્વ તથા દક્ષિણ બાજુએ ઉત્તરપ્રદેશ રાજ્ય આવેલું છે. આ શહેર ભૌગોલિક અને રાજકીય દ્રષ્ટીએ ખૂબ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. [] યમુના નદી આ જિલ્લાની ઉત્તર પ્રદેશ સાથેની સીમા નક્કી કરે છે. દિલ્હી-આગ્રા રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જિલ્લાની મધ્યમાંથી પસાર થાય છે. દિલ્હી-મથુરા રેલ્વે માર્ગ પરના ઘણાં રેલ્વે સ્થાનકો આ શહેરમાં આવેલાં છે. તેમાં જુનું ફરીદાબાદ અને એન.આઈ.ટી. (ન્યુ ઈંડસ્ટ્રીયલ ટાઉનશીપ) મુખ્ય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "District Map of Faridabad". Maps of India.