ભિલાઈ
ભિલાઈ
भिलाई ભિલાઈ નગર | |
---|---|
અક્ષાંશ-રેખાંશ: 21°13′N 81°23′E / 21.21°N 81.38°ECoordinates: 21°13′N 81°23′E / 21.21°N 81.38°E | |
દેશ | ભારત |
રાજ્ય | છત્તીસગઢ |
જિલ્લો | દુર્ગ |
સરકાર | |
• પ્રકાર | મહાનગર પાલિકા |
• મેયર | દેવેન્દ્ર યાદવ |
વિસ્તાર | |
• કુલ | ૩૪૦.૯૯ km2 (૧૩૧.૬૬ sq mi) |
વિસ્તાર ક્રમ | રાજ્યમાં બીજું, દેશમાં ૭૦મું |
ઊંચાઇ | ૨૯૭ m (૯૭૪ ft) |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (આઇ.એસ.ટી.) |
પીન કોડ | ૪૯૦૦૦૬ |
વાહન નોંધણી | CG-07 |
વેબસાઇટ | www.bhilainagarnigam.com |
ભિલાઈ કે ભિલાઈ નગર ભારત દેશનાં છત્તીસગઢ રાજ્યના દુર્ગ જિલ્લામાં આવેલું એક શહેર છે.[૧] ભિલાઈમાં આવેલા ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ અને અન્ય રસાયણ ઉદ્યોગોને કારણે આ શહેર ખુબ જાણીતું છે. અહીં વ્યવસાયાર્થે આવીને વસેલી વિવિધભાષી પ્રજાને કારણે ધીમેધીમે તે મધ્યભારતનાં અગત્યનાં શૈક્ષણિક ક્ષેત્ર તરીકે ઉભરી રહ્યું છે.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]એમ માનવામાં આવે છે કે આ શહેરનું નામ અહિં વસતા ભીલ લોકોને કારણે ભીલોનું ગામ - ભીલાઈ પડ્યું હશે, જે હજુ આજે પણ નજીકના વનવિસ્તારમાં વસવાટ કરે છે.[૨]
વસ્તી
[ફેરફાર કરો]વર્ષ ૨૦૧૧માં થયેલી વસ્તી ગણતરીમાં દુર્ગ-ભિલાઈનગર શહેરી વિસ્તારની કુલ વસ્તી ૧૦,૦૬,૪૦૭ની નોંધવામાં આવી છે.[૩] દુર્ગ-ભિલાઈનગર શહેરી વિસ્તારમાં દુર્ગ (મ.ન.નિ.), ભિલાઈ નગર (મ.ન.નિ.), ડુમર દીહ (આંશિક), ભિલાઈ ચારોડા (ન.નિ.), જામુલ (ન.નિ.), કુમ્હારી (ન.નિ.), અહેમદ નગર (કેમ્પ), ફરીદ નગર અને ઉટાઇ (ન.પા.)નિ સમાવેશ થાય છે.[૪]
જનસુવિધાઓ
[ફેરફાર કરો]ભિલાઈનું મુખ્ય બજાર વર્ષો સુધી અંગ્રેજી L આકારમાં આવેલી દુકાનોનું જ બનેલું હતું, એક સમયે જેના એક છેડે ટાટા અને બીજા છેડે બાટાની દુકાનો આવેલી હતી. ૮૦ના દાયકા સુધી ફક્ત આ વિસ્તાર જ ખરીદી, આનંદપ્રમોદ અને અન્ય સામાજીક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહ્યું હતું. ૧૯૮૦ પછી ભિલાઈ શહેર વિસ્તરીને મોટું થયું અને એની સાથેસાથે સુપેલા વિસ્તારમાં ગંગોત્રી અને આકાશગંગા જેવા શોપિંગ સેન્ટરો બન્યાં.
નહેરુ નગર
[ફેરફાર કરો]આ ભિલાઈની બહાર વસેલી એક ટાઉનશીપ છે જે સેન્ટ્રલ એવન્યુ માર્ગ પર આવેલી છે.[૫] અહિં રાષ્ટ્રીય હસ્તકળા પ્રદર્શન (નેશનલ હેન્ડલુમ એક્સ્પો) ભરાયું હતું[૬] અને નહેરુ આર્ટ ગેલેરી પણ અહિં જ આવેલી છે.[૭][૮]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Census van 1 maart 2001 (via archive.org)
- ↑ "History of Bhilai, Historical Aspects of Bhilai, Origin of Bhilai". www.bhilaionline.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨૨ ડિસેમ્બર ૨૦૧૫.
- ↑ "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011 (અંગ્રેજીમાં). મેળવેલ ૧૬ એપ્રિલ ૨૦૧૨.
- ↑ "Constituents of urban Agglomerations Having Population 1 Lakh & above" (PDF). Provisional Population Totals, Census of India 2011 (અંગ્રેજીમાં). મેળવેલ ૧૬ એપ્રિલ ૨૦૧૨.
- ↑ "Cross country race in Bhilai" (અંગ્રેજીમાં). મેળવેલ ૧૨ મે ૨૦૧૭.
- ↑ "NATIONAL HANDLOOM EXPO AT BHILAI" (અંગ્રેજીમાં). મેળવેલ ૧૨ જુન ૨૦૧૭. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "Bhilai bureaucrats bring out their 2-wheelers and helmets" (અંગ્રેજીમાં). મેળવેલ ૧૨ મે ૨૦૧૭.
- ↑ "DEGAN INAUGURATES 'FIRE SAFETY' EXHIBITION" (અંગ્રેજીમાં). મેળવેલ ૧૨ મે ૨૦૧૭.