કચ્છ રણ અભયારણ્ય
દેખાવ
કચ્છ રણ અભયારણ્ય | |
---|---|
આઈ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) | |
સ્થળ | ગુજરાત, ભારત |
વિસ્તાર | 7506.22 ચો.કિમી. |
કચ્છ રણ અભયારણ્ય ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના કચ્છના મોટા રણમાં આવેલું અભયારણ્ય છે, જે ફેબ્રુઆરી ૧૯૮૬માં જાહેર કરવામાં આવ્યું હતું. વિસ્તાર પ્રમાણે તે ભારતનું સૌથી મોટું અભયારણ્ય છે.[૧]
૦.૫ થી ૧.૫ મીટર ખારા પાણીની ઊંડાઇ ધરાવતું આ સૌથી મોટા અભયારણ્યોમાંનું એક છે. દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન વરસાદી પાણી સૂકાઇ જતા સમગ્ર વિસ્તાર ખારાપટનો બની જાય છે. અભયારણ્યમાં વિવિધ પ્રકારના જળપક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ જોવા મળે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |