કુંથુનાથ
કુંથુનાથ | |
---|---|
૧૭મા જૈન તીર્થંકર, ૬ઠ્ઠા ચક્રવતી ૧૨મા કામદેવ | |
અન્વા રાજસ્થાનમાં કુંથુનાથની પ્રતિમા | |
ધર્મ | જૈન ધર્મ |
પુરોગામી | શાંતિનાથ |
અનુગામી | અરનાથ |
પ્રતીક | બકરી[૧] |
ઊંચાઈ | ૩૫ ધનુષ્ય (૧૦૫ મીટર) |
ઉંમર | ૯૫,૦૦૦ વર્ષ લગભગ |
વર્ણ | સોનેરી |
વ્યક્તિગત માહિતી | |
આવિર્ભાવ | |
દેહત્યાગ | |
માતા-પિતા |
|
કુંથુનાથ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૧૭મા તીર્થંકર, ૬ઠ્ઠા ચક્રવતી બારમા કામદેવ છે.[૩][૪] જૈન મત અનુસાર તેમણે પોતાન સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા. તેમનો જન્મ ઈક્ષ્વાકુ કુળમાં હસ્તિનાપુરમાં સૂર્યરાજા અને શ્રીદેવી રાણીને ઘેર થયો હતો.[૩] [૪]
નામ વ્યૂત્પત્તિ
[ફેરફાર કરો]કુંથુ શબ્દનો અર્થ રત્નોનો ઢગલો થાય છે.[૫]
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ઈક્ષ્વાકુ કુળમાં હસ્તિનાપુરમાં સૂર્યરાજા અને શ્રીદેવી રાણીને ઘેર થયો હતો. અન્ય સૌ ચક્રવર્તીઓની જેમ તેમણે પણ સર્વ ભૂમિ પર આઅધિપત્ય મેળવ્યું હતું[૫] અને ત્યાર બાદ તેઓ પર્વતોની તળેટીઓ પર પોતાનું નામ લખવા ગયા. ત્યાં તેમણે જોયું કે ત્યાં અન્ય ચક્રવર્તીઓના નામ પહેલેથી અંકિત હતા, તે જોતા તેમને પોતાની મહત્ત્વકાંક્ષા અલ્પ ભાસી. તે ઘટનાથી પ્રેરિત તેમણે સર્વ સંસાર ત્યાગ્યો અને તપ કરવા માટે સાધુજીવન (દીક્ષા) અંગીકાર કરી.[૫] ૯૫,૦૦૦ વર્ષની ઉંમરે તેમણે સમ્મેત શિખર પર તેમના આત્માને મુક્તિ મળી અને તેમને મોક્ષ મેળવ્યું.[૫]
જાણીતા મંદિરો
[ફેરફાર કરો]- પ્રાચીન બડા મંદિર, હસ્તિનાપુર, ઉત્તર પ્રદેશ
- ગણીગિત્તી જૈન મંદિર, હમ્પી
- કુંથુનાથ મંદિર, જેસલમેર કિલ્લો, રાજસ્થાન
-
રાષ્ટ્રીય સંગ્રહાલય , નવી દીલ્હી, કુંથુનાથની ચૌવીસી. (૧૫મી સદી)
-
પ્રાચીન બડા મંદિર, હસ્તિનાપુર
-
કુંથુનાથ મંદિર, મધુબન
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Forlong 1897, p. 14.
- ↑ Tandon 2002, p. 45.
- ↑ ૩.૦ ૩.૧ Forlong 1897.
- ↑ ૪.૦ ૪.૧ Tukol 1980.
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ von Glasenapp 1999.
સ્રોત
[ફેરફાર કરો]- Johnson, Helen M. (1931), Kunthusvsmicaritra (Book 6.1 of the Trishashti Shalaka Purusha Caritra), Baroda Oriental Institute, https://www.wisdomlib.org/jainism/book/trishashti-shalaka-purusha-caritra/d/doc213811.html
- von Glasenapp, Helmuth (1 January 1999), Jainism: An Indian Religion of Salvation, Delhi: Motilal Banarsidass, ISBN 81-208-1376-6, https://books.google.co.in/books?id=WzEzXDk0v6sC
- Tukol, T.K. (1980), Compendium of Jainism, Dharwad: University of Karnataka
- Forlong, Major-General J.G.R. (1897), Short Studies in the Science of Comparative Religions, 15 Piccadilly, London: B. Quaritch, https://archive.org/details/shortstudiesins00forl, "Not in Copyright"
- Tandon, Om Prakash (2002) [1968], Jaina Shrines in India (1 ed.), New Delhi: Publications Division, Ministry of Information and Broadcasting, Government of India, ISBN 81-230-1013-3