લખાણ પર જાઓ

નામિબિયાનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
નામિબિયા
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યો૨૧ માર્ચ ૧૯૯૦
રચનાસફેદ કિનારી ધરાવતો ધ્વજદંડ તરફના નીચેના ખૂણાથી ઉદભવતો લાલ ત્રાંસો પટ્ટો; ઉપરનો ત્રિકોણ ભૂરા રંગનો અને તેમાં સોનેરી બાર ખૂણાવાળો ત્રિકોણ અને નીચેના ભાગે લીલો ત્રિકોણ

નામિબિયાનો રાષ્ટ્રધ્વજ દક્ષિણ આફ્રિકા પાસેથી આઝાદી મળ્યા બાદ અપનાવવામાં આવ્યો.

ધ્વજના મુખ્ય રંગ આઝાદીની ચળવળના મુખ્ય પક્ષના ધ્વજ પરથી લેવામાં આવ્યા. તે ધ્વજ મૂળ ૧૯૭૧માં અપનાવવામાં આવ્યો અને ભૂરો, લાલ અને લીલા રંગના ત્રણ આડા પટ્ટા ધરાવે છે. તે દેશની બહુમતી ધરાવતિ જાતિ ઓવામ્બો માટે મહત્ત્વના રંગ છે. ધ્વજમાંનો સોનેરી ૧૨ ખૂણાવાળો સૂર્ય જીવન અને ઉર્જા દર્શાવે છે.

રેખાચિત્ર

[ફેરફાર કરો]

ધ્વજની સમિતિ આગળ ૮૫૦ ધ્વજની દરખાસ્ત આવી હતી અને તેમાંથી હાલનો ધ્વજ સ્વીકારવામાં આવ્યો જેના પ્રતિકાત્મ અર્થ આ પ્રમાણે છે.

  • લાલ - નામિબિયાનો સૌથી મહત્ત્વનો સ્રોત તેના લોકોનો સૂચક છે. તે લોકોની વીરતા અને સમાન તક ધરાવતા ભવિષ્યનું નિર્માણ કરવાની ક્ષમતા દર્શાવે છે.
  • સફેદ - શાંતિ અને એકતાનો સૂચક છે.
  • લીલો - ખેતીના સ્રોતો અને જંગલોનો સૂચક છે.
  • ભૂરો - સ્વચ્છ નામિબિયાનું આકાશ અને એટલાન્ટિક મહાસાગર તથા દેશના જળસ્રોતોનો સૂચક છે.
ધ્વજના માપ

ઐતિહાસિક ધ્વજ

[ફેરફાર કરો]

બાહ્ય કડી

[ફેરફાર કરો]