ન્યુઝિલેન્ડનો રાષ્ટ્રધ્વજ
પ્રમાણમાપ | ૧:૨ |
---|---|
અપનાવ્યો | ૨૪ માર્ચ ૧૯૦૨ |
રચના | ભૂરા પશ્ચાદભુમાં ચાર સિતારા અને ધ્વજદંડ તરફના ખૂણા પર લાલ, સફેદ રંગનો ક્રૂસ |
ન્યુઝિલેન્ડનો સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ૧૮૩૪માં અપનાવવામાં આવ્યો હતો. તે માઓરી આદિવાસીઓની સભાએ નક્કી કર્યો હતો. બ્રિટનના આધિપત્ય હેઠળ આવ્યા બાદ ૧૮૪૦થી બ્રિટિશ ધ્વજનો વપરાશ શરૂ થયો હતો.[૧]
ત્યારબાદ ૧૮૬૯માં જહાજો પર વપરાશ માટે ધ્વજ રેખાંકિત કરવામાં આવ્યો અને તુરંત જ તેને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવાયો. ૧૯૦૨માં તેને સંસદીય માન્યતા મળી.
અનેક દાયકાઓ સુધી ધ્વજને બદલવા માટે ચર્ચા થતી રહી, અંતે ૨૦૧૬માં લોકમત લેવામાં આવ્યો. તે ૨૪ માર્ચ ના રોજ સંપન્ન થયો અને ૫૭% વિરુદ્ધ ૪૩% મતોથી ધ્વજનું મૂળ સ્વરૂપ જાળવવામાં આવ્યું.[૨]
કાયદો
[ફેરફાર કરો]બંધારણમાં રાષ્ટ્રધ્વજને "રાજ્ય, સરકાર અને ન્યુઝિલેન્ડના લોકોનું પ્રતિક" તરીકે ઓળખાયો છે.[૩] ધ્વજ ૧:૨ માપનો છે અને લાલ, ભૂરો તેમજ સફેદ રંગ ધરાવે છે.
સામ્ય ધરાવતા ધ્વજો
[ફેરફાર કરો]ન્યુઝિલેન્ડના ધ્વજ સાથે ઑસ્ટ્રેલિયાનો રાષ્ટ્રધ્વજ ઘણું સામ્ય ધરાવે છે. ફક્ત ધ્વજમાં સિતારાની ગોઠવણ તેમજ સંખ્યાનો ફેર રહે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Flags". Ministry for Culture and Heritage (New Zealand). 23 July 2010. મેળવેલ 2011-09-06.
- ↑ http://www.bbc.co.uk/news/world-asia-35888474
- ↑ Flags, Emblems, and Names Protection Act 1981, s 5(2).