લખાણ પર જાઓ

પાર્શ્વનાથ

વિકિપીડિયામાંથી
પાર્શ્વનાથ
૨૩માં જૈન તીર્થંકર
પાર્શ્વનાથ
પાર્શ્વનાથની મૂર્તી, ઇ.સ. ૬-૭ સદી, વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ
ધર્મજૈન ધર્મ
પુરોગામીનેમિનાથ
અનુગામીમહાવીર
પ્રતીકસાપ[]
ઊંચાઈ૯ ક્યુબિટ (૧૩.૫ ફીટ)[]
ઉંમર૧૦૦ વર્ષ
વર્ણલીલા
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવઆશરે ૯મી-૭મી સદી[]
દેહત્યાગઆશરે ૮મી-૭મી સદી[]
શિખરજી
માતા-પિતા
  • અશ્વસેન (પિતા)
  • વામાદેવી (માતા)

પાર્શ્વનાથ, એ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૨૩મા તીર્થંકર છે.[] તેઓ ઐતહાસિક વ્યક્તિ તરીકે માન્યતા પામેલા સૌથી પ્રાચીન જૈન તીર્થંકર છે.[][] તેમના જીવન કાળ વિષે ચોક્ક્સ માહિતી નથી. જૈન ના મતે તેમનો કાળ ખંડ ઈ.પૂ. ૮મી થી ૯મી સદી દર્શાવે છે જ્યારે ઇતિહાસકારો તેમને ઈ.પૂ. ૮મી થી ૭મી સદીમાં મૂકે છે. મહાવીર, નેમિનાથ અને ઋષભદેવ સાથે પાર્શ્વનાથ પણ જૈનોમાં સૌથી વધુ ભક્તિભાવ ધરાવે છે. તેમની મૂર્તિકલામાં માથે દર્શાવાતા બહુ ફેણધારી નાગના છત્રની વિશેષતા હોય છે. તેમની પૂજા અર્ચનામાં ધરણેંદ્ર અને પદ્માવતીની પણ પૂજા (નાગ દેવ અને દેવી) કરવામાં આવે છે.

પાર્શ્વનાથનો જન્મ વારાણસીમાં થયો હતો, તેમણે સંસારનો ત્યાગ કર્યો અને શ્રમણ (સાધુ) સંઘની સ્થાપના કરી. તેમણે સાધુઓ માટે ચાર સંયમની અહિંસા, અચૌર્ય, અસત્ય અને પરિગ્રહના નિયમોની પરંપરા શરૂ કરી. શ્વેતાંબર ગ્રંથો, જેમકે આચારાંગ સૂત્ર (ખંડ ૨.૧૫) જણાવે છે કે મહાવીરના માતા પિતા પાર્શ્વનાથના અનુયાયીઓ હતા,[] આથી મહાવીરને પહેલેથી અસ્તિત્વ ધરાવતીના સુધારક તરીકે જોડી શકાયા. મહાવીરે પાર્શ્વનાથના ચાર સિદ્ધાંતોનો વ્યાપ વધાર્યો, તેમાં તેમણે અહિંસામાં પોતાના વિચાર્યો ઉમેર્યા અને તેમાં વૈરાગ્યને (બ્રહ્મચર્ય) ઉમેર્યો.[] પાર્શ્વનાથના મતમાં બ્રહ્મચર્યની જરૂર ન હતી,[] અને સંતોને સામાન્ય સભ્ય પરિવેશ ધારણ કરવાની છૂટ હતી.[] પાર્શ્વનાથ ને મહાવીર એ તીર્થંકરોના વિચાર ભેદ, શ્વેતાંબર અને દિગંબર મતભેદ વચ્ચેનું એક કારણ છે.[૧૦][૧૧][૧૨] પાર્શ્વનાથ અને મહાવીર ના વિચારો એક જેવા જ હતા એવી શ્વેતાંબરોની માન્યતાને દિગંબરો માનતા નથી.[૧૩][૧૧]

ઐતિહાસિક મત

[ફેરફાર કરો]

પાર્શ્વનાથને ઐતિહાસિક વ્યક્તિત્વ તરીકે ઇતિહાસ કારો માન્યતા આપે છે.[૧૪][૧૫] દુંડાના મતે, ઈસિભાશિયમ ના ખંડ ૩૧ જેવ લખાણો પાર્શ્વનાથના પ્રાચીન ભારતમાં ખરેખર અસ્તિત્વ હોવાના પારિસ્થિક પુરાવાઓ આપે છે.[૧૪] એચ જેકોબી જેવા ઈતિહાસકારો પાર્શ્વનાથને ઐતિહાસિક વ્યક્તિત્વ માને છે કેમ કે તેમણે દર્શાવેલ ચતુર્યમ ધર્મ (ચાર નિયમ)નો ઉલ્લેખ બુદ્ધ ધર્મના પૌરાણીક લેખનો માં પણ મળી આવે છે.[૧૬]

તેમને ઐતિહાસિક વ્યક્તિવ માનેલ હોવા છતાં, અમુક ઐતિહાસિક દાવાઓ જેમ કે, મહાવીર સાથે તેમનો સંબંધ, પાર્શ્વનાથે શરૂ કરેલા શ્રમણ સંઘનો (સાધુ સંઘ)નો ત્યાગ અને તેમના જીવન સંબંધી અન્ય માહિતી વિષે ઇતિહાસકારોમાં મત ભેદ છે.[૧૭] જૈન લેખનોમાં તેમને ૧૩.૫૦ ફૂત ઊમ્ચ દર્શાવ્યા છે.[]

તેમની જીવન કથામાં કાલ્પનિકતાનો અંશ લાગે છે. જૈન લેખનો અનુસાર તેઓ મહાવીરથી ૨૫૦ વર્ષો પૂર્વે થઈ ગયા અને તેઓ ૧૦૦ વર્ષ જીવ્યા.[૧૮][] જૈન પરંપરા અનુસાર મહાવીરને ઈ. પૂ. ૫૯૯-૫૨૭માં મુકવામાં આવે છે તે અનુસાર પાર્શ્વનાથ ઈ.સ પૂ. ૮૭૧- ૭૭૨માં થયા હોવા જોઈએ.[૧૮][૧૯][૨૦]

જૈન ધર્મ થી બહાર લખાયેલ દંડો અનુસાર ઈતિહાસ કારો મહાવીરને બુદ્ધના સમકાલીન માને છે અને તેમને ઈ.સ. પૂર્વે ૫મી શતાબ્દિમાં મૂકે છે. ૨૫૦ વર્ષનું અંતર પકડતા પાર્શ્વનાથ ઈ. પૂ. ૮મી અથવા ૭મી શતાબ્દિમાં થઈ ગયેલા હોવા જોઈએ.[]

તેમના ઐતિહાસિક અસ્તિત્વોનો પુરાવો પ્રાચીન જૈન લેખનોમાં મળી આવે છે જેમાં આચરાંગ સૂત્રના ૧.૪.૧ અને ૧.૬.૩ ખંડમાં મહાવીર વિષેના મુખ્ય આલેખનો અન્ય અન પ્રાચીન સન્યાસીઓના નામ વગરના છુટપુટ ઉલ્લેખો મળે છે.[૨૧] જૈન જ્યોતિષ કે ખગોળ સંબંધી લેખનો મુખ્યત્વે બે જિનોની આસપાસ જ ગુંથાયેલા છે, આદિનાથ અને મહાવીર. ત્યાર બાદ રચાયેલા લેખન સાહિત્યમાં પાર્શ્વનાથ અને નેમિનાથની વાર્તાઓ મળી આવે છે. "કલ્પસૂત્ર" તે આ કાળની રચનાઓ માંની પ્રથમ રચના જ્ઞેય રચના છે. પન આ લેખનોમાં તીર્થંકરોની જે જીવન કથા છે તે વિરાટા શરીર કદ બતાવે છે, તેમાં પાત્રના વર્ણનની ઊંડાઈનો અભાવ છે, અને ત્રણ તીર્થંકરોનું વર્ણન મહાવીર સમાન દર્શાવાઈ છે.[૨૨]

ચોવીસ તીર્થંકરોની વાત જણાવતો "કલ્પસૂત્ર" એ સૌથી પ્રાચીન જૈન ગ્રંથ છે, પરંતુ તે ગ્રંથમાં વીસ તીર્થંકરોની માત્ર સૂચિ આપેલી છે, ત્રણ તીર્થંકરોનો અલ્પ જીવન વૃત્તાંત છે જ્યારે તીર્થંકર મહાવીરનો વિસ્તાર પૂર્વક જીવન ક્રમ વર્ણવેલો છે.[૨૨][૨૩] મથુરાની નજીક મળી આવેલી પ્રાચીન કાળની કોતરણીમાં જૈન મૂર્તિઓ છે પણા તેમાં લાંછન (જેમ કે સિંહ, નાગ)દર્શાવેલા નથી આથી તેમની ઓળખ કરવી મુશ્કેલ છે. લાંચન દ્વારા ઓળખવાની પદ્ધતી પાછળથી અમલમાં મુકાઈ હશે આથી તે મૂર્તિઓ ઉપર તે ચિન્હ નથી.[૨૨][૨૪]

જૈન મત અનુસાર જીવન કથા

[ફેરફાર કરો]
પાર્શ્વનાથનો જન્મ ગંગા નદીને કિનારે આવેલા વારાણાસીમાં થયેલો હતો.[૨૫]

કેવળજ્ઞાન પહેલાનું જીવન

[ફેરફાર કરો]

પાર્શ્વનાથનો જન્મ પોષ વદ ૧૦ના દિવસે બનારસ (વારાણસી)માં રાજા અશ્વસેના અને રાણી વામાદેવીને ઘેર થયો હતો. [૨૬][૧૪][૨૭] તેઓ ઈક્ષ્વાકુ કુળના હતા.

[૨૮][૨૯] તેમના જન્મ પહેલાં તેઓ જૈન જ્યોતીષ અનુસાર ૧૩મ દેવલોકના ઈન્દ્ર હતા.[૩૦] જ્યારે તેઓ પોતાની માતાના ગર્ભમાં હતા ત્યારે દેવલોકમઆંથી દેવોએ આવી ગર્ભ-કલ્યાણક ઉજવ્યો.[૩૧] તેમની માતાને ૧૪ શુભ સ્વપ્નો આવ્યા, જૈન મતે આ સ્વપ્નો તીર્થંકરના જન્મનો નિર્દેશ કરે છે.[૩૧] જૈન ગ્રંથો અનુસાર જ્યારે તેમનો જન્મ થયો ત્યારે સૌ ઈંદ્રોના સિંહાસન ડોલી ગયા હતા. ત્યાર બાદ તેમણે નીચે આવી જન્મ કલ્યાણક ઉજવ્યો.[૩૨]

પાર્શ્વનાથ જન્મથી શ્યામ-નીલો વર્ણ ધરાવતા હતા. પ્રકૃતિના ખોળે રમ્તા રમતા તેઓ આકર્ષક યુવાન બન્યા.[૩૨] ૮ વર્ષની ઉંમરે તેઓ જૈન મત અનુસારના શ્રાવકના ૧૨ વ્રતો પાળતા હતા.[૩૨][note ૧]

પાર્શવનાથ બનારસ (વારાણસી)ના રાજકુમાર હતા. દિગંબર મત અનુસાર પાર્શ્વનાથ પરણ્યા ન હતા, પરંતુ શ્વેતાંબર મત અનુસાર પાર્શ્વનાથ ના લગ્ન કૌશસ્થલના રાજા પ્રસેનજીતની પુત્રી સાથે થય હતા.[૩૪][૩૫] અમુક જૈન ગ્રઠોના અનુવાદ અક્રતા હેનરીચ ઝીમર લખે છે કે ૧૬ વર્ષની ઉંમરે પાર્શ્વનાથે પરણવાનો નિષેધ કર્યો અને વ્યક્તિનો સાચો સંગાથી આત્મા છે તે વિચરી આત્મસાધના કરવા ચાલ્યા ગયા.[૩૬]

સંસારત્યાગ અને દીક્ષા

[ફેરફાર કરો]

૩૦ વર્ષની ઉંમરે પોષ સુદ અગિયારસના દિવસે તેમણે સંસારનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી અને સાધુ બન્યા.[૩૭][૩૮] બનારસ નજીક આવેલા ધાતકી વૃક્ષ નીચે૮૪ દિવસ ધ્યાન સાધના કરી તેમને કેવળ જ્ઞાન મેળવ્યું.[૩૯] જૈન ગ્રંથો ના વર્નન અનુસાર એમના પ્રભાવ હેઠળ સિંહ ને હરનના બચ્ચા પણ તેમની આસપાસ એક સાથે રમતા

કેવળજ્ઞાન અને મોક્ષ
Parshvanatha achieved moksha on Shikharji, the highest mountains in Jharkhand

ચૈત્ર વદ ચૌદશના દિવસે પાર્શ્વનાથને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ.[૪૦] દેવલોકના દેવોએ સમોસરણની (ધર્મસભા કે મંડપ) રચના કરી, જેથી તેઓ પ્તાના જ્ઞાન વડે લોકોનું માર્ગદર્શન કરી શકે.[૪૧]

૭૦ વર્ષ સુધી લોકોને ધર્મ જ્ઞાન આપતાં આપતાં, ૧૦૦ વર્ષની વયે તેઓ નિર્વાણ પામ્યા.[૧૪] તેમના મૃત્યુને જૈનો દ્વારા મોક્ષ કહેવામાં આવે છે તેનો અર્થ આત્માનું જન્મ મૃત્યુથી મુક્તિ એવો થાય છે.[૨૭] તેઓ શિખરજી પર્વત પર નિર્વાણ પામ્યા.[note ૨] હાલના કાળમાં આ ટેકરીઓને પોઆરસનાથ ટેકરીઓ તરીકે ઓળખવમાં આવે છે.[૪૪] જૈનો પાર્શ્વનાથને પરિસાડણીયા ('લોકોને પ્રિય') કહે છે.[૪૫][૪૬][૪૭]

પૂર્વ ભવ

[ફેરફાર કરો]

જૈન પૈરાણીક અક્થાઓ પાર્શ્વનાથના પૂર્વભવોનું વર્ણન ધરાવે છે. પૂર્વભવોમાં તેમણે માનવ અને પ્રાણી યોનિમાં જન્મ લેતા લેતા આત્માની ઉન્નતિ કરતા તેઓ નિર્વાણ તરફ આગળ વધ્યા. [૪૮][note ૩] પાર્શ્વનાથના અમુક પૂર્વ ભવો નીચે મુજબ છે:[૫૦]

Pārśvanātha Jina sheltered by his yaksha Dharanendra, Kalugumalai, 8th century, Tamil Nadu
  • મરુભૂતિ – અરવિંદ નામના એક રાજાના વિશ્વભૂતિ નામના મંત્રીને બે પુત્રો હતા, મોટો કમઠ અને નાનો મરુભૂતિ (પાર્શ્વનાથનો જીવ). કમઠે તેના ભાઈ મરુભૂતિની પત્નિ સાથે વ્યભિચાર કર્યો. રાજાને આ વાતની ખબર પડી અને તેમણે મરુભૂતિને પુછ્યું કે તેના ભાઈ કમઠને કેવી રીતે શિક્ષા કરવામાં આવે ? મરુભૂતિએ માફી આપી દેવાનો સુઝાવ આપ્યો. કમઠ જંગલમાં ગયો અને તાપસ બન્યા અને બદલો લેવા દાનવી શક્તિઓ સાધી. ભાઈને મનાવી ઘેર પાછો લાવવા મરુભૂતિ જંગલમાં ગયા પણ કમઠે પથ્થર નીચે કચરીને મરૂભૂતિને મારી નાખ્યો. મરુભૂતિ એ પાર્શ્વનાથનો જીવ હતો.[૫૧]
  • હાથી – પાછલા જન્મના મૃત્યુ સમયની હિંસા અને તણાવપૂર્ણ વિચારોને પરિણામે તેઓ હાથી તરીકે નવો ભવ પામ્યા.[૫૨] તેમનું નામ વજ્રઘોષ (વીજળીનો ભયાનક અવાજ)હતું. અને તે વિંદ્યાચલમાં રહેતો હતો. [૫૩] તે સમય દરમ્યાન કમઠનો સાપ તરીકે પુનર્જન્મ થયો.[૫૩] મંત્રી મરુભૂતિના અવસાન પછી રાજા અરવિંદે રાજપાટનો ત્યાગ કર્યો અને સંયમ અંગીકાર કર્યો. જ્યારે ગુસ્સા ભરેલો હાથી સંયમી અરવિંદની નજીક આવ્યો ત્યારે સાધુએ જાણ્યું કે તે હાથી મરુભૂતિનો જીવ હતો. સાધિ અરવિંદે હાથીને તેના પાછલા પાપ ભર્યા રસ્તાથી પાછા ફરવાનો ઉપદેશ આપ્યો. બીજાને દુઃખ આપવું એ સૌથી મોટું પાપ છે તે હાથીને સમજાવ્યું અને તેને પ્રતિજ્ઞા પાળાવા જણાવ્યું. [૫૨] હાથીને પોતાની ભૂલ સમજાઈ અને તે શાંત બન્યો. તેણે સાધુ અરવિંદ ના ચરન સ્પર્શ કર્યા. એક દિવસ હાથી નદીએ પાણી પીવા ગયો ત્યારે સાપે તેને ડંખ માર્યો. હાથી સમતા ભાવે મૃત્યુ પામ્યો. [૫૪]
  • Sasiprabha – Vajraghosha was reborn as the deity Sasiprabha (literally, splendor or lord of the moon)[note ૪] in the twelfth heaven surrounded by abundant pleasures. Sasiprabha, however, did not let the pleasures distract him, he did not relapse into hedonism, and continued his simple regular pious ascetic life in the heaven.[૫૪]
  • Agnivega – Deity Sasiprabha died and was then reborn as prince Agnivega (strength of fire). He ascended the throne of his father, but one day he met a sage. The sage discussed the impermanence of everything and the significance of a spiritual life. Agnivega immediately realised the importance of religious pursuits, the worldly life lost its charm for him, and he renounced it to lead an ascetic life, joining the monastic community of the sage who had visited him.[૫૪] Agnivega the ascetic meditated in the Himalayas, reducing his karmic attachments to external world. He was bitten by a snake (Kamath reborn again); the poison burned inside him, but the experience did not disturb his inner peace, and he sublimely accepted death.[૫૮]

The dead Agnivega was reborn, states Zimmer, as a god with a life of "twenty two oceans of years", while the serpent went to the sixth hell.[૫૮] Ultimately, the soul of Marubhuti-Vajraghosa-Sasiprabha-Agnivega was once again born as Parshvanatha. In this life, he saved serpents from torture and death, and the serpent god Dharnendra and goddess Padmavati thereafter protected him, ever-present in his iconography.[૧૮][૫૯]

Sculpture with image of Parshvanatha, Thirakoil, 8th Century

Jain texts give different inconsistent accounts of the disciples of Parshvanatha. According to the Kalpa Sūtra, a Śvētāmbara text, Parshvanatha had 164,000 śrāvakas (male lay followers) and 327,000 śrāvikās (female lay followers) and 16,000 sādhus (monks) and 38,000 sādhvīs (nuns).[૬૦][૫૦] According to Svetambara tradition, he had eight ganadharas (chief monks): Śubhadatta, Āryaghoṣa, Vasiṣṭha, Brahmacāri, Soma, Śrīdhara, Vīrabhadra and Yaśas.[૪૪] After his death, the Svetambara believe that ganadhara Śubhadatta became the head of the monastic order. He was then succeeded by Haridatta, Āryasamudra and Keśī.[૩૭]

Digambara tradition, in contrast, states that Parshvanatha had 10 ganadharas, such as in the Digambara text Avasyaka niryukti. They believe that Svayambhu was the chief male mendicant (sadhu). Svetambara texts such as Samavayanga and Kalpa-sutra mention Pushpakula as the chief female mendicant (aryika, sadhvi) among the female followers of Parshvanatha,[૬૦] whereas the Digambara text Tiloyapannati states she was Suloka or Sulocana.[૩૫]

The Nirgranthas (fetter-less) monastic tradition started by Parshvanatha was influential in ancient India, with the parents of Mahavira belonging to it as lay householders supporting the ascetics.[૬૧]

  1. According to Zimmer, the Tattvarthadhigama Sutra state the twelve householder vows to be: (1) don't kill any being, (2) don't lie, (3) don't use another's property without permission, (4) be chaste, (5) limit your possessions, (6) take a perpetual and daily vow to go only certain distances and take only certain directions, (7) avoid useless talk and action, (8) don't think sinful acts, (9) limit diet and enjoyments, (10) worship at fixed times in the morning, noon and evening, (11) fast on some days, (12) give charity by donating knowledge, money and such everyday.[૩૩]
  2. Some texts refer to the place as Mount Sammeta.[૪૨] This place is revered in Jainism because 20 out of 24 Jinas are believed to have died here.[૪૩]
  3. Jataka tales, for example, tell the stories of the rebirths and previous lives of the Buddha.[૪૯]
  4. He is also known as Chandraprabha,[૫૫] and found in Buddhist and Hindu mythologies.[૫૬] The deity is the eighth of the twenty-four forbearers in Jain cosmology.[૫૭]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Tandon 2002, p. 45.
  2. ૨.૦ ૨.૧ Sarasvati 1970, p. 444.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ Dundas 2002, pp. 30–31.
  4. Fisher 1997.
  5. ૫.૦ ૫.૧ Heehs 2002.
  6. Jaini 2001.
  7. Chapple 2011.
  8. Kenoyer & Heuston 2005.
  9. Editors of Encyclopaedia Britannica (2000). Students' Britannica India, Volume 4: Miraj to Shastri. Popular Prakashan. પૃષ્ઠ 158. ISBN 978-0-85229-760-5.CS1 maint: extra text: authors list (link)
  10. Jones & Ryan 2006.
  11. ૧૧.૦ ૧૧.૧ Umakant P. Shah 1987.
  12. Dundas 2002.
  13. Jaini 2000.
  14. ૧૪.૦ ૧૪.૧ ૧૪.૨ ૧૪.૩ Dundas 2002, p. 30.
  15. Zimmer 1953, p. 182–183, 220.
  16. Kailash Chand Jain 1991, p. 11.
  17. Dundas 2002, pp. 30–33.
  18. ૧૮.૦ ૧૮.૧ ૧૮.૨ Britannica 2009.
  19. Zimmer 1953, p. 183.
  20. Martin & Runzo 2001, pp. 200–201.
  21. Dundas 2002, p. 39.
  22. ૨૨.૦ ૨૨.૧ ૨૨.૨ Dundas 2002, pp. 39–40.
  23. Umakant P. Shah 1987, p. 83–84.
  24. Umakant P. Shah 1987, pp. 82–85, Quote: "Thus the list of twenty-four Tirthankaras was either already evolved or was in the process of being evolved in the age of the Mathura sculptures in the first three centuries of the Christian Era.".
  25. Jacobi 1964, p. 271.
  26. Zimmer 1953, p. 184.
  27. ૨૭.૦ ૨૭.૧ Sangave 2001, p. 104.
  28. Ghatage 1951, p. 411.
  29. Deo 1956, p. 60.
  30. Zimmer 1953, pp. 183–184.
  31. ૩૧.૦ ૩૧.૧ Zimmer 1953, p. 194–196.
  32. ૩૨.૦ ૩૨.૧ ૩૨.૨ Zimmer 1953, p. 196.
  33. Zimmer 1953, p. 196 with footnote 14.
  34. Kailash Chand Jain 1991, p. 12.
  35. ૩૫.૦ ૩૫.૧ Umakant P. Shah 1987, p. 171.
  36. Zimmer 1953, pp. 199–200.
  37. ૩૭.૦ ૩૭.૧ von Glasenapp 1999, pp. 24–28.
  38. Zimmer 1953, p. 201.
  39. Danielou 1971, p. 376.
  40. Zimmer 1953, pp. 202–203.
  41. Zimmer 1953, pp. 203–204.
  42. Jacobi 1964, p. 275.
  43. Cort 2010, pp. 130–133.
  44. ૪૪.૦ ૪૪.૧ Kailash Chand Jain 1991, p. 13.
  45. Jacobi 1964, p. 271 with footnote 1.
  46. Kailash Chand Jain 1991, pp. 12–13.
  47. Schubring 1964, p. 220.
  48. Zimmer 1953, p. 187–188.
  49. Jataka, Encyclopaedia Britannica (2010)
  50. ૫૦.૦ ૫૦.૧ Clines, Gregory M. (2017). "Pārśvanātha (Jainism)". માં Sarao, K. T. S.; Long, Jeffery D. (સંપાદકો). Buddhism and Jainism. Encyclopedia of Indian Religions (અંગ્રેજીમાં). Springer Netherlands. પૃષ્ઠ 867–872. doi:10.1007/978-94-024-0852-2_702. ISBN 978-94-024-0851-5.
  51. Zimmer 1953, p. 186–187.
  52. ૫૨.૦ ૫૨.૧ Zimmer 1953, p. 189.
  53. ૫૩.૦ ૫૩.૧ Zimmer 1953, p. 189–190.
  54. ૫૪.૦ ૫૪.૧ ૫૪.૨ Zimmer 1953, p. 190.
  55. Umakant P. Shah 1987, p. 107, Quote: In Paimacariyam, Candraprabha is called Sasiprabha".
  56. Paul Williams 2005, pp. 127–130.
  57. Coulter 2013, p. 121.
  58. ૫૮.૦ ૫૮.૧ Zimmer 1953, p. 191.
  59. Cort 2010, pp. 26, 134, 186.
  60. ૬૦.૦ ૬૦.૧ Jacobi 1964, p. 274.
  61. Dalal 2010, p. 220.