બાર્બાડોસનો રાષ્ટ્રધ્વજ
Appearance
બાર્બાડોસનો રાષ્ટ્રધ્વજ ૨:૧ના પ્રમાણમાં બંન્ને બાજુ બે ચળકતા ઘેરા વાદળી રંગના ઊભા પટ્ટા અને વચ્ચે સોનેરી રંગનો પટ્ટો તથા વચલા સોનેરી પટ્ટામાં કાળા રંગનું ત્રિશૂળ ધરાવે છે.
ધ્વજ ભાવના
[ફેરફાર કરો]બંન્ને બાજુ બે ચળકતા ઘેરા વાદળી રંગના ઊભા પટ્ટા સમૂદ્રને તથા વચ્ચેનો સોનેરી પટ્ટો ટાપુની સોનેરી રેતીને દર્શાવે છે. કાળી ત્રિશૂળ (Trident) જેવી આકૃત્તિ બાર્બાડોસના વસાહતી બિલ્લામાંથી લેવામાં આવી છે. જ્યાં આ ત્રિશૂળાકૃત્તિ બાર્બાડોસ પર રોમન બ્રિટાનિયાનો કબજો દર્શાવતી હતી અને હવે એ નીચેથી તૂટેલી ત્રિશૂળાકૃત્તિ રોમન બ્રિટાનિયાથી દેશની મુક્તિ દર્શાવે છે.[૧] ઉપરાંત ત્રિશૂળના ત્રણ પાંખીયા લોકશાહીના ત્રણ સિદ્ધાંતો, સરકાર (૧) લોકો દ્વારા, (૨) લોકો માટે અને (૩) લોકો વડે, દર્શાવે છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Flag of Barbados સંગ્રહિત ૨૦૧૭-૦૧-૦૨ ના રોજ વેબેક મશિન, Ministry of Foreign Affairs (Barbados)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |