ત્રિશલા
ત્રિશલા | |
---|---|
અંતિમ તીર્થંકરના માતા | |
૧૪૭૨ની કલ્પસૂત્રની પ્રતમાં દર્શાવેલ રાણી ત્રિશલા અને તેમના સપના | |
અન્ય નામો | પ્રિયકારિણી , વિદેહદત્તા[૧] |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | સિદ્ધાર્થ |
બાળકો |
|
સહોદર | રાજા ચેટક |
ત્રિશલા, વિદેહદતા, પ્રિયકારિણી અથવા ત્રિશલા માતા જૈન ધર્મના ૨૪મા તીર્થંકર મહાવીરની માતા અને હાલના બિહારના કુંડગ્રામના જૈન રાજા સિદ્ધાર્થની પત્ની હતા. [૨] [૩] જૈન ગ્રંથોમાં તેમનો ઉલ્લેખ જોવા મળે છે.
જીવન
[ફેરફાર કરો]ત્રિશલાનો જન્મ લિચ્છવી સામ્રાજ્યની રાજકુમારી તરીકે થયો હતો. જૈન ગ્રંથ ઉત્તરપુરાણમાં તમામ તીર્થંકરો અને અન્ય શલકપુરુષોના જીવનની વિગતો આપી છે. તેના લખાણમાં એવો ઉલ્લેખ છે કે વૈશાલીના રાજા ચેટકને દસ ભાઈઓ અને સાત બહેનો હતી. તેમની બહેન પ્રિયકારિણી (ત્રિશલા)ના લગ્ન સિદ્ધાર્થ સાથે થયા હતા. [૪] શ્વેતામ્બર ગ્રંથો અને ઈન્ડોલોજિસ્ટ હર્મન જેકોબી મુજબ, વર્ધમાન મહાવીરની માતા ત્રિશલા, રાજા ચેટકના બહેન હતા. [૩] તેમની ત્રીજી પત્ની, ક્ષેમા, પંજાબના મદ્ર કુળના વડાની પુત્રી હતી. [૫] ત્રિશલાને સાત બહેનો હતી, જેમાંથી એકે જૈન સંઘમાં દીક્ષા લીધી હતી જ્યારે અન્ય છએ મગધના બિંબિસાર સહિત અન્ય જાણીતા રાજાઓ સાથે લગ્ન કર્યા હતા. ત્રિશલા અને તેના પતિ સિદ્ધાર્થ ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથના અનુયાયી હતા. જૈન ગ્રંથો અનુસાર, ૬ઠ્ઠી સદી પૂર્વે ત્રિશલાએ તેના પુત્ર વર્ધમાનને નવ મહિના અને સાડા સાત દિવસ સુધી ગર્ભમાં ધારણ કર્યા હતા. જ્યારે શ્વેતામ્બરો માને છે કે તેમનું વર્ધમાનનું ગર્ભ ધારણ બ્રાહ્મણ ઋષભદત્તની પત્ની દેવાનંદ દ્વારા કરવામાં આવ્યું હતું અને ઇન્દ્ર દ્વારા દેવાનંદના ગર્ભને ત્રિશલાના ગર્ભમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યો હતો કારણ કે તમામ તીર્થંકરો જન્મે ક્ષત્રિય હોવા જોઈએ. [૨] આ બધાનો ઉલ્લેખ શ્વેતામ્બર ગ્રંથ, કલ્પ સૂત્રમાં કરવામાં આવ્યો છે, જે મુખ્યત્વે તીર્થંકરોનું જીવનચરિત્ર છે.[ ટાંકણી જરૂરી ]
શુભ સપના
[ફેરફાર કરો]જૈન શાસ્ત્રો અનુસાર, તીર્થંકરોની માતાના ગર્ભમાંના નિર્જીવ ભૃણમાં જ્યારે જીવન (આત્મા)નો સંચાર થાય છે ત્યારે તેઓ અનેક શુભ સ્વપ્નો જુએ છે. આને ગર્ભ કલ્યાણક તરીકે ઉજવવામાં આવે છે. [૬] દિગંબર સંપ્રદાય અનુસાર સપનાની સંખ્યા ૧૬ છે. જ્યારે શ્વેતામ્બર સંપ્રદાય અનુસાર ૧૪ સપના હોય છે. આ સપના જોયા પછી, ત્રિશલાએ તેમના પતિ રાજા સિદ્ધાર્થને જગાડ્યા અને તેમને સપના વિષે જણાવ્યું. [૭] બીજા દિવસે સિદ્ધાર્થે દરબારના વિદ્વાનોને બોલાવ્યા અને તેમને સપનાઓનો અર્થ સમજાવવા કહ્યું. વિદ્વાનોના મતે, આ સપનાનો અર્થ એ હતો કે બાળક ખૂબ જ શક્તિશાળી, હિંમતવાન અને સદ્ગુણોથી ભરપૂર જન્મશે. તે સપનાઓ આ અનુસાર છે.
- હાથીનું સ્વપ્ન ( ઐરાવત )
- બળદનું સ્વપ્ન
- સિંહનું સ્વપ્ન
- લક્ષ્મીનું સ્વપ્ન
- ફૂલોનું સ્વપ્ન
- પૂર્ણ ચંદ્રનું સ્વપ્ન
- સૂર્યનું સ્વપ્ન
- મોટા ધ્વજનું સ્વપ્ન
- ચાંદીના કલશનું સ્વપ્ન ( કલશા )
- કમળથી ભરેલા તળાવનું સ્વપ્ન
- ક્ષીર સાગરનું સ્વપ્ન
- દેવ વિમાનનું સ્વપ્ન
- રત્નોના ઢગલાનું સ્વપ્ન
- ધુમાડા વિનાની આગનું સ્વપ્ન
- મીન યુગલનું સ્વપ્ન (દિગંબર)
- સિંહાસનનું સ્વપ્ન (દિગંબર)
વારસો
[ફેરફાર કરો]આજે જૈન ધર્મના સભ્યો સપનાની ઘટનાની ઉજવણી કરે છે. આ ઘટનાને સ્વપ્ન દર્શન કહેવામાં આવે છે અને તે ઘણીવાર "ઘી બોલી" નો ભાગ છે.
તીર્થંકરોના માતા-પિતા અને ખાસ કરીને તેમની માતાઓ જૈનોમાં પૂજાય છે અને વારંવાર ચિત્રો અને શિલ્પમાં દર્શાવવામાં આવે છે. [૭]
આ પણ જુઓ
[ફેરફાર કરો]ત્રિશલા | |
---|---|
અંતિમ તીર્થંકરની માતા | |
રાણી ત્રિશલા (નીચે) અને તેમના ચૌદ સ્વપ્ન (૧૪૭૨) - કલ્પસૂત્ર | |
અન્ય નામો | પ્રિયકારિણી , વિદેહદત્તા[૧] |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | સિદ્ધાર્થ |
બાળકો |
|
સહોદર | ચેટક |
- મરુદેવી
સંદર્ભ
[ફેરફાર કરો]ટાંકણો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ Mahāprajña, Acharya (1974). Shraman Mahavira (PDF). Ladnun: Jain Vishwa Bharati Prakashan. પૃષ્ઠ 7, 8.
- ↑ ૨.૦ ૨.૧ "Mahavira, Jaina teacher". Encyclopædia Britannica. મેળવેલ 1 September 2015.
- ↑ "Pannalal Jain", 2015, p. 482, ISBN 978-81-263-1738-7
- ↑ Krishna, Narendra.
- ↑ , London, p. 195, ISBN 978-8120807396
- ↑ ૭.૦ ૭.૧ Shah 1987.
સ્ત્રોતો
[ફેરફાર કરો]- , 1934, ISBN 9781107623866, https://books.google.com/books?id=ilFkAgAAQBAJ, retrieved 1 September 2015
- , India, ISBN 81-7017-208-X, https://books.google.com/books?id=m_y_P4duSXsC
- FreeIndia.org સંગ્રહિત ૨૦૧૫-૦૯-૨૪ ના રોજ વેબેક મશિન
- JainWorld
- Trishla Mata Temple Mahavirpuram સંગ્રહિત ૨૦૧૭-૦૯-૨૦ ના રોજ વેબેક મશિન