લખાણ પર જાઓ

દક્ષિણ કોરિયાનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
દક્ષિણ કોરિયા
પ્રમાણમાપ૩:૨
અપનાવ્યોજાન્યુઆરી ૨૭, ૧૮૮૩

દક્ષિણ કોરિયાનો રાષ્ટ્રધ્વજ તાએગુક્ગી (તાએગુક ધ્વજ)ના હુલામણા નામે ઓળખાય છે. તે ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. તેમાં સફેદ પશ્ચાદભૂ, કેન્દ્રમાં લાલ અને ભૂરા રંગનું તાએગુક અને તેની ફરતા ચાર કાળા ટ્રિગ્રામ છે.

ધ્વજમાં પશ્ચાદભૂ સફેદ રંગનું છે કોરિયાનો પારંપરિક રંગ ગણાય છે અને તે ૧૯મી સદીના કોરિયન પહેરવેશ સાથે સાંકળવામાં આવે છે. તે શાંતિ અને નિર્મળતાનું પ્રતિક છે. મધ્યમાં રહેલું વર્તુળ યીન અને યાંગની ફિલસૂફી પર આધારિત છે. તે બ્રહ્માંડના સમતુલનને પ્રતિનિધિત્વ આપે છે. ભૂરો રંગ નકારાત્મક પરિબળોનો અને લાલ રંગ હકારાત્મક પરિબળોનું પ્રતિક છે. ટ્રિગ્રામ સતત ફેરફાર અને સંવાદિતાના સૂચક છે.[]

લાક્ષણિકતાઓ

[ફેરફાર કરો]

ધ્વજનો આકાર ૩:૨નો હોય છે. મધ્યમાંના વર્તુળનો વ્યાસ ધ્વજની પહોળાઈ કરતાં અડધો હોય છે. ટાઈગુકમાં લાલ રંગ ઉપર અને ભૂરો નીચે હોય છે. બારના જૂથો ધ્વજના ચાર ખૂણાઓ પર મૂકવામાં આવે છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "The World Factbook". Central Intelligence Agency. મૂળ માંથી 2015-07-03 પર સંગ્રહિત. મેળવેલ ૪ નવેમ્બર ૨૦૧૩.
  2. Flag Production - National Archives of Korea